રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા.૧૪.૦૮.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૮૯૫૬સામે૭૯૦૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને૭૮૮૯૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ૩૩૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૫૦ પોઈન્ટના ઉછાળા સાથે૭૯૧૦૫પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ.
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૪૧૬૧સામે૨૪૨૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૧૨૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર૯ પોઈન્ટના ઉછાળા સાથે૨૪૧૭૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ.
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
લોકલ ફંડો, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની શેરોમાં અવિરત ખરીદી અને વૈશ્વિક મોરચે ઈઝારાયેલ દ્વારા ગાઝામાં યુદ્વ વિરામના પોઝિટીવ પરિબળોએ આજે અમેરિકન શેરબજારોમાં તેજી સાથેઆજે એશિયાઈ બજારો અને યુરોપિયન બજારોમાં પણ તેજી તરફી વલણ સાથેભારતીય અર્થતંત્ર પોઝીટીવ અહેવાલોના પગલે ફંડો, ખેલાડીઓ તેમજ એચએનઆઇ ઇન્વેસ્ટરો દ્વારા હેવી વેઇટ શેરોમાં હાથ ધરાયેલ નવી લેવાલી પાછળ આજે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી.
ચોમાસું દેશભરમાંસફળ રહેતાં આ વખતે વાહનોની ખરીદી વધવાના પોઝિટીવ પરિબળતેમજઆઈટી, ટેક અનેકંઝ્યુમર ડ્યુરેબલ્સશેરોમાં આજે ફંડોની ખરીદીના આકર્ષણે સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજાર આરંભિક બે તરફી અફડાતફડી બાદ પોઝિટીવ ઝોનમાં બંધરહ્યા હતા.ફંડો,ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ કંઝ્યુમર ડિસ્ક્રીશનરી અનેઓટો શેરોમાં ભારે ખરીદી કરતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૧% અને સ્મોલકેપઈન્ડેક્સ ૦.૫૭%ઘટીનેબંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્રઆઈટી, ટેક, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, કંઝ્યુમર ડિસ્ક્રીશનરી અનેઓટો શેરોમાં લેવાલીજોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૩૬સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૪૨૫અને વધનારની સંખ્યા૧૪૯૮ રહી હતી, ૧૧૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલજોવાયો નહતો.જ્યારે ૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ટીસીએસ લિ.૨.૩૦%, એચસીએલ ટેકનોલોજી ૨.૦૯%, ઇન્ફોસિસ ૧.૪૪%, ટેક મહિન્દ્ર ૧.૪૧%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૦૨%, ભારતી એરટેલ ૦.૮૫%, ટાટા મોટર્સ ૦.૮૦% અનેસ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૦.૭૮%વધ્યા હતા, જ્યારેઅલ્ટ્રાટેક સિમેન્ટ ૨.૪૬%, જેએસડબ્લ્યૂ સ્ટીલ ૧.૯૩%, ટાટાસ્ટીલ ૧.૮૧%, અદાણી પોર્ટ્સ ૧.૪૮%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૦.૯૭%, ઇન્ડસઇન્ડ બેન્ક ૦.૮૬%, બજાજ ફિનસર્વ ૦.૮૨% અનેએક્સિસ બેન્ક ૦.૬૩% ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા….મિત્રો, સ્થાનિક સ્તરે ચોમાસું સફળ નીવડી રહ્યું હોઈ આ પરિબળો મજબૂત હોવા સાથે ગત સપ્તાહેરિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા પણ ધિરાણ નીતિ સમીક્ષામાં રેપો રેટ જાળવી રાખતા હાલ સેન્ટીમેન્ટને ડહોળાતું અટકાવ્યું છે તેમજ લોકલ ફંડો-મ્યુચ્યુઅલ ફંડોમાં સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન થકી સતત વહેતાં રિટેલ રોકાણકારોના પ્રવાહના વૃદ્વિના આંકડા સાથે લોકલ ફંડોની જંગી ખરીદીએ બજારને ટેકો મળ્યોછે. રિટેલ રોકાણકારોના વધતા જતા વિશ્વાસને કારણે મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગમાં સતત વૃદ્ધિ જોવા મળી રહી છે.એસઆઈપી એસેટસ જુલાઈમાં ૫.૩૦% વધી રૂ.૧૩.૦૯ લાખ કરોડ પર પહોંચી ગઈ હતી. મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગની કુલ એયુએમ રૂ.૬૪.૯૭ લાખ કરોડ સાથે ઓલ ટાઈમ હાઈ રહી હતી.
સેન્ટીમેન્ટ ફરી તેજીનું બનતાં આગામી દિવસોમાં નવા વૈશ્વિક નેગેટીવ પરિબળોની ગેરહાજરીના સંજોગોમાં બજારમાં નવા વિક્રમો સર્જાતા જોવાઈ શકે છે, જો કે ઈઝરાયેલ-ઈરાન વચ્ચે સીધા યુદ્વનો ખતરો હાલ તુરત ટળતાં જીઓપોલિટીકલ ટેન્શન હળવું થયા સાથે ૧૫, ઓગસ્ટના ગુરૂવારે સ્વતંત્રતા દિવસ અને પારસી નવી વર્ષ નિમિતે શેરબજારો બંધ રહેનારહોવાથીઆગામી દિવસોમાંદરેકઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.
તા.૧૬.૦૮.૨૦૨૪ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
તા.૧૪.૦૮.૨૦૨૪ના રોજનિફટી ફ્યુચરબંધ ભાવ @ ૨૪૧૭૦ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર૨૪૦૦૮ પોઈન્ટનાપ્રથમઅને૨૩૮૮૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૨૦૨ પોઈન્ટથી૨૪૨૭૨ પોઈન્ટ, ૨૪૩૦૩ પોઈન્ટનીઅતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૪૦૦૮ પોઈન્ટઆસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
તા.૧૪.૦૮.૨૦૨૪ના રોજબેન્ક નિફ્ટી ફ્યુચરબંધ ભાવ @ ૪૯૯૬૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૪૯૬૭૬ પોઈન્ટપ્રથમઅને૪૯૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે૫૦૦૮૮ પોઈન્ટથી૫૦૧૮૮ પોઈન્ટ, ૫૦૩૦૩ પોઈન્ટનીઅતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૦૩૦૩ પોઈન્ટઆસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…
- મુથુત ફાઈનાન્સ( ૧૮૧૮ ) :-મુથુત ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવહાલમાં રૂ.૧૭૮૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે.રૂ.૧૭૭૦ નાસ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૮૩૪ થી રૂ.૧૮૪૦ નોભાવ નોંધાવે તેવી શક્યતા છે.રૂ.૧૮૪૮ ઉપર તેજી તરફી ધ્યાન.
- વોલ્ટાસ લિ. ( ૧૫૫૬ ) :-ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૫૨૫ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ.રૂ.૧૫૦૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૫૭૪ થીરૂ.૧૫૯૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે.
- ભારતી એરટેલ( ૧૪૭૪ ) :-રૂ.૧૪૩૩ નોપ્રથમ તેમજ રૂ.૧૪૧૪ બીજા સપોર્ટથીટેલિકોમ – સેલ્યુલર એન્ડ ફિક્સ્ડ લાઇન સર્વિસસેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોકરૂ.૧૪૮૮ થી રૂ.૧૫૦૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે.
- ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ( ૧૩૭૦ ):-પર્સનલ કેરસેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૮૮ થીરૂ.૧૪૦૪ ના ભાવની સંભાવના ધરાવે છે. અંદાજીત રૂ.૧૩૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
- ઇન્ડસઇન્ડ બેન્ક( ૧૩૪૪ ) :- રૂ.૧૦ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૩૨૦ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયકપ્રાઈવેટ બેન્ક સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૩૬૪ થીરૂ.૧૩૭૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ.
- હેવેલ્સ ઈન્ડિયા( ૧૮૪૯ ) :-ટેકનીકલ ચાર્ટ મુજબકન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સસેક્ટરનો આ સ્ટોક રૂ.૧૮૮૮આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૮૨૮ થીરૂ.૧૮૦૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૦૯ નોસ્ટોપલોસ ધ્યાને લેવો.
- ઈન્ફોસિસ લિ.( ૧૮૨૩ ) :-રૂ.૧૮૬૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોકરૂ.૧૮૭૦ ના સ્ટોપલોસે વેચવાલાયક.તબક્કાવાર રૂ.૧૮૦૮ થીરૂ.૧૭૮૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે. રૂ.૧૮૮૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો.
- સન ફાર્મા( ૧૭૩૭ ) :-ફાર્માસેકટરનો આ સ્ટોકછેતરામણા ઉછાળે રૂ.૧૭૮૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક.પ્રત્યાઘાતી ઘટાડેરૂ.૧૭૧૭ થીરૂ.૧૭૦૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો.
- બાટા ઈન્ડિયા ( ૧૩૮૦ ) :-ટેકનીકલ ચાર્ટ મુજબફૂટવેરસેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૩૬૪ થીરૂ.૧૩૫૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે.ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૨૦ નોસ્ટોપલોસ ધ્યાને લેવો.
- ઝાયડસ લાઈફસાયન્સીસ( ૧૧૭૩ ):- રૂ.૧૨૦૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોકરૂ.૧૨૧૩ નાસ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૧૧૫૫ થીરૂ.૧૧૩૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે.રૂ.૧૨૨૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો.
Past Performance is not an Indicator of Future Returns.The securities quoted are for illustration only and are not recommendatory.Investment in securities market are subject to market risks.Read all the related documents carefully before investing.
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.