China ને પાછળ છોડીને ભારત આગળ નીકળ્યું: ફ્રાન્સ કરતાં સહેજ જ પાછળ

New Delhi,તા.20

ભારત MSCI ઓલ કન્ટ્રી વર્લ્ડ ઈન્વેસ્ટેબલ માર્કેટ ઈન્ડેક્સ (ACWI IMI)માં સામેલ છઠ્ઠો સૌથી મોટો દેશ બની ગયો છે. ભારતે આ યાદીમાં પ્રથમ વખત ચીનને પાછળ છોડી દીધું છે અને ફ્રાન્સથી નાના અંતરથી પાછળ છે. ઓલ કન્ટ્રી વર્લ્ડ ઈન્વેસ્ટેબલ માર્કેટ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ સ્થાનિક શેરોનું સંયુક્ત વેઇટેજ ૨૨.૨૭ ટકા છે.

ઓલ કન્ટ્રી વર્લ્ડ ઈન્વેસ્ટેબલ માર્કેટ ઇન્ડેક્સ વૈશ્વિક મૂડી બજારોની કામગીરીને ટ્રેક કરે છે. આ ઇન્ડેક્સમાં ભારત પ્રથમ વખત સૌથી મોટું ઇમર્જિંગ માર્કેટ બન્યું છે. ઓગસ્ટના અંતમાં આ ઈન્ડેક્સમાં ભારતનું વેઇટેજ ૨.૩૫ ટકા હતું જ્યારે ચીનનું વેઇટેજ ૧૧ બેસિસ પોઈન્ટ ઓછું એટલે કે ૨.૨૪ ટકા હતું. ફ્રાન્સ ભારત કરતાં માત્ર ૩ બેસિસ પોઈન્ટ વધુ છે.

આ ઇન્ડેક્સમાં મોટા અને મિડ-કેપ શેરોનો સમાવેશ થાય છે. તે વ્યાપક ઓલ કન્ટ્રી વર્લ્ડ ઈન્વેસ્ટેબલ ઇન્ડેક્સનો એક ભાગ છે જેમાં માત્ર મોટા અને મિડ-કેપ શેરોનો સમાવેશ થાય છે.

વિશ્લેષકોના મતે, ઓલ કન્ટ્રી વર્લ્ડ ઈન્વેસ્ટેબલ માર્કેટ ઈન્ડેક્સમાં ભારતના ઉછાળાથી નિષ્ક્રિય રોકાણમાં બહુ ફરક પડશે નહીં કારણ કે આ ઇન્ડેક્સનું પ્રદર્શન એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ઈટીએફ)થી ૨ બિલિયન ડોલર કરતાં ઓછી સંપત્તિ સાથે માપવામાં આવે છે.

ઓલ કન્ટ્રી વર્લ્ડ ઈન્વેસ્ટેબલ માર્કેટ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ સ્થાનિક શેરોનું સંયુક્ત વેઇટેજ ૨૨.૨૭ ટકા છે જ્યારે ચાઇના શેરોનું વેઇટેજ ૨૧.૫૮ ટકા પર ૭૦ બેસિસ પોઇન્ટ ઓછું છે.

ACWI IMI ઈન્ડેકસમાં ટોચના દેશો

ક્રમાંક

દેશ

વેઈટેજ

અમેરિકા

૬૩%

જાપાન

૫.૭૩%

બ્રિટન

૩.૫૧%

કેનેડા

૨.૮૩%

ફ્રાન્સ

૨.૩૮%

ભારત

૨.૩૫%

ચીન

૨.૨૮%

Leave a Comment