Veraval માં સાગરપુત્ર ફાઉન્ડેશન, સમસ્ત ખારવા સમાજ દ્વારા રંગીલા રાસોત્સવની જમાવટ

Veraval,તા.૮
વેરાવળ શહેરમાં નવલાં નોરતામાં યુવા ખૈલેયાઓ અવનવા સ્ટેપ સાથે રમતા લોકોને મંત્રમુગ્ધ કરી શકે તેવું આયોજન કરવામાં આવેલ છે જેમાં સર્વ સમાજના ખૈલૈયાઓને વિનામુલ્યે રમાડવા માટે કેસીસી ગ્રાઉન્ડ ખાતે સાગરપુત્ર ફાઉન્ડેશન સમસ્ત ખારવા સમાજ આયોજીત રંગીલા રાસોત્સવમાં અદભુત ડેકોરેશનના આયોજનથી ગરબામાં ચાર ચાંદ લગાવી દીધા છે. હજારો ખેલૈયાઓ એકસાથે ગરબે ઘૂમતા અદભુત નજારો જોવા મળેછે. વેરાવળ સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશનના અધ્યક્ષ લખમભાઈ ભેંસલા,પટેલ દામજીભાઇ ફોફંડી, પુર્વ પાલિકા પ્રમુખ જગદીશભાઈ ફોફંડી, બોટ એશો.પ્રમુખ તુલસીભાઈ ગોહેલ,પૂર્વ પટેલ કિરીટભાઈ ફોફંડી,લોધી સમાજ ના પટેલ મોહનભાઈ ભારાવાલા,સી ફુડ એક્સપોર્ટ એસોસીએશન પ્રમુખ કેતનભાઈ સૂયાની, પૂર્વ પ્રમુખ સી ફુડ એક્સપોર્ટ એસોસીએશન કીસનભાઈ ફોફંડી સહીતના દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રંગીલા રાસોત્સવનું આયોજન તા.૩ થી તા.૧૨ ઓકટોમ્બરસુધી કરવામાં આવેલ છે. આ રંગીલા રાસોત્સવમાં દરેક સમાજના ખૈલૈયાઓ માતાજીના ગરબે રમવા ઉમટી પડેલ છે અને આ નજારો નિહાળવા લોકો પણ વિશાળ સંખ્યામાં જોવા મળી રહેલ છે. તમામ સમાજના ખૈલૈયાઓને વિના મુલ્યે પ્રવેશ આપી આ રાસોત્સવમાં પ્રોત્સાહીત કરવા ઇનામો પણ આપી રહેલ છે.વેરાવળમાં નવરાત્રિના દિવસો નજીક આવતા ખેલૈયાઓ ગરબા ખેલવાનો રંગ જમાવવા તૈયારીઓ પુરી કરી હોય તેમ શહેરમાં કેસીસી ગ્રાઉનડમાં ખેલૈયાઓના અવનવા
સ્ટેપથીલોકોને મંત્રમુગ્ધ કરનાર છે.નવલાં નોરતામાં ગ્રૂપ રાસ સહીતની જુદી-જુદી હરીફાઇ યોજાતીહોય તેમાં અવનવા ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગરબેt રમતા ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાવે છે.નવરાત્રી તહેવાર સબબ ગીર સોમનાથ જીલ્લાના પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન.જાડેજા, નાયબ અધિક્ષક વી.આર.ખેંગાર,નાં માર્ગ દર્શન હેઠળ એસ.ઓ.જી.,એલ.સી.બી.એલ.સી.બી પો.ઈન્સ.એ.બી.જાડેજા,સહિત વેરાવળ સીટી પીઆઈ એચ.આર.ગોસ્વામી, પો.સબ.ઇન્સ.કે.એન.મૂછાળ,પો.સબ.ઈન્સ.દેવર, સરવેલન્સ સકોડ ટીમ, સી.ટીમ, મહિલા પો.સ્ટાફ સહિત ટ્રાફિક પો.સ્ટાફ હોમગાર્ડ,ટ્રાફિક બ્રિગેડ સ્ટાફ દ્વારા નવરાત્રી માં શહેરીજનો  શાંતિ પૂર્વક નિર્ભયતાથી નવરાત્રી તહેવાર ની ઉજવણી કરી શકે પોલીસ દ્વારા માર્ગોપર રાઉન્ડ ધ પેટ્રોલિંગ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ હોય.

Leave a Comment