કેન્દ્ર સરકારની કર આવક 22.48 ટકા વધીને seven lakh crores ની નજીક પહોંચી

 કુલ કર આવક વધીને રૂ. 8.13 લાખ કરોડ

પર્સનલ ટેકસ 4.82 લાખ કરોડ જ્યારે કોર્પોરેટ ટેક્સ 3.8 લાખ કરોડ

New Delhi,તા.13

સોમવારે જારી થયેલા સરકારી આંકડા જણાવે છે કે દેશમાં ૧૧ ઓગસ્ટ સુધીમાં ચોખ્ખી કર આવક ૨૨.૪૮ ટકા વધીને રુ.  ૬.૯૩ લાખ કરોડ થયું છે. તેમા રુ. ૪.૪૭ લાખ કરોડ વ્યક્તિગત કરઆવક  અને ૨.૨૨ લાખ કરોડ રુપિયાના સ્વરુપમાં કોર્પોરેટ કરઆવકનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત સિક્યોરિટી ટ્રાન્ઝેકશન ટેક્સ પેટે રુ. ૨૧,૫૯૯ કરોડ એકત્રિત થયા છે. જ્યારે અન્ય કરોમાંથી તેને રુ. ૧,૬૧૭ની કમાણી થઈ છે. પહેલી એપ્રિલથી ૧૧ ઓગસ્ટની વચ્ચે ૧.૨૦ લાખ રુપિયાનું રિફંડ જારી કરવામાં આવ્યું. આમ તેમા ૩૩.૪૯ ટકાની વૃદ્ધિ નોંધાઈ છે.

કુલ આવકની રીતે જોઈએ તો પ્રત્યક્ષ કર આવક ૨૪ ટકા વધીને રુ. ૮.૧૩ લાખ કરોડ થઈ છે. તેમા ૪.૮૨ લાખ કરોડ રુપિયા વ્યક્તિગત કર આવક પેટે અને ૩.૦૮ લાખ કરોડ રુપિયા કોર્પોરેટ કર આવક પેટે સામેલ છે. સરકારે વર્તમાન નાણાકીય વર્ષમાં રૂ. ૨૨.૦૭ લાખ કરોડ રુપિયા એકત્રિત કરવાનું લક્ષ્યાંક મૂક્યું છે.

Leave a Comment