Mumbai,તા.03
‘બિગ બોસ ઓટીટી 3’ નું ફાઈનલ 2 ઓગસ્ટે એટલે કે આજે રાત્રે છે અને વોટિંગ લાઇન્સ બંધ થઈ ગઈ છે. જો ટોપ 5 ફાઇનલિસ્ટની વાત કરવામાં આવે તો તેમાં સના મકબૂલ, નેઝી, રણવીર શૌરી, સાઇ કેતન રાવ અને કૃતિકા મલિક સામેલ હતા. પરંતુ લેટેસ્ટ અપડેટ જોઈએ તો કૃતિકા અને સાઈ ટોપ 5 માંથી બહાર થતા સના મકબૂલ, નેઝી, રણવીર શૌરીએ ટોપ 3માં જગ્યા બનાવી હતી. એવામાં વધુ એક એલિમિનેશનની વાત સામે આવી છે.
ટોપ 3માં પહોંચી બાદ વિજેતા બનવાનું સપનું તૂટ્યું
અહેવાલ અનુસાર બિગબોસના ટોપ 3 સ્પર્ધક સના મકબૂલ, નેઝી અને રણવીર શૌરીમાંથી પણ એક સ્પર્ધક ફાઈનલ પહેલા જ એલિમિનેટ થયો છે. રણવીરને ઘરના સભ્યો જ નહિ પરંતુ લોકો પણ વિનર માનતા હતા.
તાજેતરમાં જ્યારે ઘરના સભ્યોને આ સિઝનનો વિજેતા કોણ બનશે એવું પૂછવામાં આવ્યું ત્યારે મોટાભાગના સભ્યોએ રણવીર શૌરીનું જ નામ આપ્યું હતું. તેમજ ચોંકાવનારી વાત તો એ છે કે જયારે અરમાન મલિકને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેણે પણ પોતાની પત્ની કૃતિકાને બદલે રણવીર શૌરીનું નામ આપ્યું હતું.
બે મિત્રો વચ્ચે થશે ફાઈનલ મુકાબલો
રણવીર શૌરી બિગ બોસ OTT 3નો વિજેતા બનવાનો પ્રબળ દાવેદાર રહ્યો છે. ઘરના સભ્યોને પણ લાગતું હતું કે રણવીર જ વિજેતાની ટ્રોફી જીતશે. આવી સ્થિતિમાં રણવીરનું એલિમિનેશન ચોંકાવનારૂ છે. એમાં પણ સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે રણવીર ટોપ 2માં પણ પોતાનું સ્થાન ન બનાવી શક્યો. એવામાં હવે ફાઈનલમાં સના મકબૂલ અને નેઝી વચ્ચે વિજેતાની ટ્રોફી માટે સ્પર્ધા થશે. આખા શો દરમિયાન બંનેનું એકબીજા સાથે ખૂબ જ સારું બોન્ડીંગ રહ્યું હતું અને હવે બંને મિત્રો વચ્ચે મુકાબલો થતો જોવા મળશે.