New Delhi,તા.03
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ કર્મચારીઓના PF ખાતા અંગે નવા નિયમો જાહેર કર્યા છે. આ ફેરફાર તમામ PF ખાતાધારકો માટે છે. જો તમે પણ એક PF એકાઉન્ટ હોલ્ડર્સ છો તો તમારા માટે આ નિયમ રજૂ કરવામાં આવ્યા છે. EPFO એ PF ખાતામાં તેની વિગતો સુધારવા અને અપડેટ કરવા માટે કેટલાક નવા નિયમો રજૂ કર્યા છે. ચાલો જાણીએ કે, EPFO દ્વારા કયા નિયમને રજૂ કરવામાં આવ્યો છે?
EPFOએ નામ, જન્મ તારીખ જેવી અંગત માહિતી સુધારવા માટે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) ગાઈડલાઈન જાહેર કરી છે. જે હેઠળ સભ્યોની પ્રોફાઈલ અપડેટ કરવા માટે SOP વર્ઝન 3.0ને મંજૂરી આપી દેવામાં આવી છે. હવે આ નવા નિયમ બાદ UAN પ્રોફાઈલમાં અપડેટ અથવા સુધારા માટે દસ્તાવેજો આપવા પડશે. આ સાથે જ ડિક્લેરેશન આપીને પણ અરજી કરી શકો છો.
EPFOએ પોતાની ગાઈડલાઈનમાં કહ્યું કે, ઘણી વાર જોઈ શકાય છે કે, અનેક પ્રકારની ભૂલો હોય છે જે સુધારવા માટે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ પરેશાની ડેટા અપડેટ ન થવાના કારણે થાય છે. આવી સ્થિતિમાં આ ગાઈડલાઈન જારી કરવામાં આવી છે.
બે કેટેગરીમાં થશે ફેરફાર
નવી ગાઈડલાઈન પ્રમાણે નવા નિર્દેશ હેઠળ EPFOએ પ્રોફાઈલમાં થનારા ફેરફારને મેજર અને માઈનર કેટેગરીમાં વહેંચ્યા છે. માઈનર ફેરફારોને સંયક્ત ઘોષણા રિકવેસ્ટ સાથે ઓછામાં ઓછા બે જરૂરી દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. બીજી તરફ મોટા એટલે કે, મેજર સુધારા માટે ઓછામાં ઓછા ત્રણ જસ્તાવેજો સબમિટ કરવાના રહેશે. તેમાં ફીલ્ડ કાર્યાલયોમાં સભ્યોની પ્રોફાઈલને અપડેટ કરવામાં વધુ સાવચેતીરાખવા માટે જણાવ્યું છે. જેથી કોઈ પણ પ્રકારની ગડબડ અથવા છેતરપિંડી ન થઈ શકે.
બીજી તરફ મોટા ફેરફારો માટે ઓછામાં ઓછા ત્રણ જરૂરી દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે. એ ધ્યાન રાખવું જરૂરી છે કે, આધાર સંબંધિત ફેરફારોના કિસ્સામાં આધાર કાર્ડ અથવા એક્ટિવ મોબાઈલ નંબર સાથે લિંક કરેલ ઈ-આધાર કાર્ડ સહાયક દસ્તાવેજ તરીકે પૂરતો હશે.
કયા ફેરફાર માટે કેટલા દસ્તાવેજ
– નાના ફેરફાર માટે દસ્તાવેજોની યાદીમાંથી ઓછામાં ઓછા બે દસ્તાવેજોની જરૂર છે.
– મોટા ફેરફાર માટે દસ્તાવેજોની યાદીમાં ઓછામાં ઓછા ત્રણ દસ્તાવેજોની જરૂર છે.
તમને જણાવી દઈએ કે, EPF સભ્યો પાસે મેમ્બર ઈ-સર્વિસ પોર્ટલ દ્વારા સુધારણા માટે સંયુક્ત ડિક્લેરેશન રજૂ કરવાનો વિકલ્પ છે. એ ધ્યાન રાખવું મહત્તવપૂર્ણ છે કે, વર્તમાન એમ્પ્લોયર દ્વારા મેનેજ કરવામાં આવી રહેલા EPF ખાતા સંબંધિત ડેટામાં જ સુધારા કરી શકાય છે. એમ્પ્લોયરો પાસે અગાઉના અથવા અન્ય સંસ્થાઓના EPF ખાતામાં કોઈપણ ફેરફાર કરવાનો અધિકાર નથી. EPFOએ કહ્યું કે સદસ્યને પોતાના રજિસ્ટર્ડ પોર્ટલ લોગિન સાથે જોડી અરજી જમા કરાવવાની જવાબદારી રહેશે.