Bet Dwarka માં પૂર્વ કાંઠા વિસ્તારનાં દરિયા કિનારેથી ચરસના ૨ પેકેટો મળી આવ્યા

દેવભૂમિ દ્વારકાના બેટ દ્વારકાના દરિયા કાંઠે  સોમવારે  શંકાસ્પદ પેકેટ પડ્યા હોવાની માહિતી મળતા પોલીસે ઘટનાસ્થળે દોડી ગઈ હતી

Bet Dwarka,તા.૧૭

ગુજરાતનો દરિયા કિનારો ધીમે ધીમે નસીલા પદાર્થોની હેરાફેરી કરતું હબ બની જવા પામ્યું છે. છેલ્લા ઘણાં દિવસોથી સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી માદક પદાર્થોનો જથ્થો મળી આવ્યો છે. ત્યારે બેટ દ્વારકામાં પૂર્વ કાંઠા વિસ્તારનાં દરિયા કિનારેથી ચરસના ૨ પેકેટો મળી આવ્યા હતા. જેની કિંમત અંદાજે  ૯૩.૩૦ લાખ રૂપિયા હોવાનું જાણવા મળ્યુ છે.

મળતી માહિતી અનુસાર, દેવભૂમિ દ્વારકાના બેટ દ્વારકાના દરિયા કાંઠે  સોમવારે  શંકાસ્પદ પેકેટ પડ્યા હોવાની માહિતી મળતા પોલીસે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસ તપાસમાં આ પેકેટમાં હાઈ ક્વોલિટીનો ચરસ હોવાનું જાહેર થયું છે. જેનું વજન ૮૬૬ ગ્રામ હોવાનું ખુલવા પામ્યું છે. આ મામલે બેટ દ્વારકા પોલીસે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ડ્રગ્સ માફિયાઓએ હવે નવો પેતરો અપનાવ્યો છે. જેમાં ઈન્ટરનેશનલ સી બોર્ડર પરથી ડ્રગ્સના પેકેટ પ્લાસ્ટીકની કોથળીમાં પેક કરી દરિયામાં ફેંકી દેવામાં આવે છે. જે તણાઈને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે પહોંચ્યા બાદ ડ્રગ્સ માફિયાઓના એજન્ટો દ્વારા ડ્રગ્સના આ પેકેટો મેળવી શહેરોમાં વેચી નાખવામાં આવતું હોવાનું એક નેટવર્ક ચાલી રહ્યું છે.

Leave a Comment