Banaskantha ના પાલનપુરની સેશન્સ કોર્ટનો ચુકાદો, બે આરોપીઓને માદક દ્રવ્યોના કેસમાં ૨૦-૨૦ વર્ષની સજા

PALANPUR,તા.૯

બનાસકાંઠાના પાલનપુરની એ.ડી. સેશન્સ કોર્ટે એનડીપેસમાં બે મોટા ચુકાદા આપ્યા છે. સેશન્સ કોર્ટે બે ચુકાદામાં સજા અને દંડ ફટકાર્યો છે. ૨૦૨૦માં પોલીસે ચરસ સાથે બેની ધરપકડ કરી હતી. મુંબઈના પિતાપુત્રને ૧૦-૧૦ વર્ષની સજા કરવામાં આવી છે અને બે લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

૨૦૨૧માં પણ પોલીસે માદક પદાર્થ સાથે બેની ધરપકડ કરી હતી. પંજાબ અને હિમાચલમાં બે આરોપીઓને પણ સજા ફટકારી હતી. બે આરોપીઓને ૨૦-૨૦ વર્ષની સજા અન બે લાખ દંડ ફટકાર્યો હતો. ૨૦૨૦માં પોલીસે ત્રણ કિલો ચરસ સાથે બે આરોપીની ધરપકડ કરી હતી. એડી સેન્શ કોર્ટે મુંબઈના એન્સ્ટોન ફોસ્ટિન લીગોરી અને ફોસ્ટિન પિતા-પુત્ર બંનેને દસ વર્ષની સજા અને બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. અમીરગઢના એનડીપીએસના બીજા ગુના મા પંજાબ સુખપ્રીતસિંહ  અને હિમાચલ ના અવિનાશ ઠાકુર નામના બે આરોપીઓ ને ૨૦-૨૦ વર્ષની સજા અને ૨ લાખનો દંડ ફટકાર્યો છે.  ૨૦૨૧માં અમીરગઢ પોલીસે ૩.૩૫૪  કિલોગ્રામ  માદક પદાર્થ પકડ્યો હતો..

Leave a Comment