Site icon Shri Nutan Saurashtra

Gandhidham માં સ્પામાં કામ કરતી યુવતીનો કોહવાયેલો મૃતદેહ મળ્યો

BHUJ,તા.૯

ગાંધીધામના જુના એ ડિવીઝન પોલીસ મથક પાસે આવેલી ઈમારતના રુમમાંથી સ્પામાં કામ કરતી યુવતીનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનામાં તેનો પતિ લાપતા છે ત્યારે પોલીસે મૃતદેહને એફએસએલ રિપોર્ટ માટે જામનગર મોકલીને તપાસનો દોર હાથ ધર્યો છે. ગાંધીધામ એ ડિવીઝન પોલીસે આપેલી વિગતો અનુસાર જુના એ ડિવીઝન રોડ પર આવેલી ભાનુદીપ કોમ્પલેક્ષમાં મરણ જનાર ૩૩ વર્ષીય તંજુરા દીદી કાલુશેખ અને તેનો પતિ ૪૨ વર્ષીય કાલુ દેવું શેખ (મુળ બન્ને પશ્ચીમ બંગાળ) એ છેલ્લા એક વર્ષથી અહી ભાડે રહેતા હતા.

છેલ્લા ત્રણ ચાર દિવસથી રૂૂમનો દરવાજો ખુલ્યો નહતો ત્યારે તેમાંથી આવી રહેલી દુર્ગધને ધ્યાને લઈને એ ડિવીઝન પોલીસને આસપડોસના લોકોએ જાણ કરી હતી.

પોલીસે આવીને તપાસ કરતા રુમમાંથી તંજુરા દીદી કાલુશેખનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. આ અંગે એ ડિવીઝન પીઆઈ એમ.ડી. ચૌધરીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે જેનો મૃતદેહ મળ્યો છે તેનો પતિ કાલુ દેવુ શેખ પ્રશાંત હોટલમાં કામ કરતો હતો અને છેલ્લા ચાર દિવસથી તે લાપતા છે, ત્યારે પોલીસે હાલ મૃતદેહને જામનગર એફએસએલ રિપોર્ટ માટે મોકલીને પતીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Exit mobile version