Site icon Shri Nutan Saurashtra

Morbi ના યુવાને ગૃહ કલેશથી કંટાળી જાત જલાવી

 Morbi,તા,03
મોરબીના ખાનપર ગામે રહેતા યુવકે પત્ની સાથે થતા ઝગડાથી કંટાળી પેટ્રોલ છાંટી જાત જલાવી દેતા પ્રથમ સારવાર મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખાતે ખસેડવામા આવ્યા છે.બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ખાનપર ગામે રહેતા રણજિત મનસુખભાઈ ગૌસ્વામી ઉવ 38 એ ગઈ તા. 2ના રોજ સાંજે 7.30 વાગ્યે ગામના ચોરા પાસે શરીરે પેટ્રોલ છાંટી દીવાસળી ચાપિ દેતા ગંભીર રીતે  દાજી ગયા હતા યુવકને પ્રાથમિક સારવાર અર્થે મોરબી સીવીલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ગૃહ કલેશના કારણે પગલું ભર્યાનું પ્રાથમિક કારણ પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. યુવક મજૂરી કામ કરે છે અને સંતાનમાં ત્રણ દીકરી છે અને પોતે ત્રણ બેન અને બે ભાઈમાં વચ્ચેના છે.
Exit mobile version