Morbi:મિત્રને મૂકી પરત ફરતા  બાઇક સ્લીપ થતાં યુવકનું મોત 

Morbi,તા,03
 મોરબીના વીસીપરા સરકારી વાડી પાસે રહેતો યુવક ગઈકાલે બાઇક લઇ પોતાના મિત્રને મુક્વા ગયા બાદ પરત ફરતો હતો ત્યારે હાઈવે પર બાઇક સ્લીપ થઈ જતા ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતુ.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વીસીપીરા સરકારી વાડી પાસે રહેતો સાહીલ ઈકબાલભાઈ શાહમદાર (ઉ.વ.૧૭) રાતે બાઈક લઈને મિત્રને મુક્વા જવાનું કહીને નીકળ્યો હતો. એ પછી મોડી રસ્તે માળીયા નજીક ઓવર બ્રિજ નજીક હાઇવે પાસેથી તે ઇજાગ્રસ્ત હાલતમા મળ્યો હતો. તેને પ્રથમ સારવાર મોરબી સારવાર અપાવી રાજકોટ ખસેડાયો હતો. પરંતુ સવારમા દમ તોડી દેતા . હોસ્પિટલ ચોકીના રમશીભાઇ વરુ, કેતનભાઈ નિકોલા અને ભાવેશભાઈ મકવાણાએ માળીયા પોલીસને જાણ કરી હતી.મૃત્યુ પામનાર સાહિલ બે ભાઈમાં નાનો હતો અને પિતા સાથે કારખાનામાં મજૂરી કરતો હતો. વાહન અકસ્મતમાં મૃત્યુ થયું કે અન્ય કોઈ રીતે? તે જરાવા પોલીસવધુ તપાસ કરી રહી છે.

Leave a Comment