Site icon Shri Nutan Saurashtra

વર્ષ ૨૦૨૫ની Board Exams ઓ સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ યોજાશે

સીબીએસઈ દ્વારા માત્ર સીસીટીવી કેમેરા ધરાવતી શાળાઓને જ બોર્ડ પરીક્ષા કેન્દ્ર બનાવવામાં આવશે

New Delhi, તા.૨૮

તમામ પરીક્ષાઓમાં ચોરીઓની વધતી ઘટનાઓને જોતા હવે સીબીએસઈએ ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓમાં પણ વધારાની તકેદારી રાખવાનો નિર્ણય લીધો છે. જેને ધ્યાનમાં રાખીને પ્રથમ વખત સીબીએસઈએ બોર્ડની પરીક્ષાઓ સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ યોજવાનો નિર્ણય કર્યો હતો

બોર્ડે શુક્રવારે જાહેર કરેલા નોટિફિકેશનમાં સ્પષ્ટ કર્યું છે કે વર્ષ ૨૦૨૫ની બોર્ડની પરીક્ષાઓ સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ યોજાશે. આ માટે જે પણ શાળામાં પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવશે, તેણે દરેક રૂમમાં સીસીટીવી કેમેરા લગાવવા પડશે. સીબીએસઈ દ્વારા માત્ર સીસીટીવી કેમેરા ધરાવતી શાળાઓને જ બોર્ડ પરીક્ષા કેન્દ્ર બનાવવામાં આવશે.

પરીક્ષા ખંડ ઉપરાંત, તમામ પરીક્ષા કેન્દ્રોમાં, શાળાના પ્રવેશથી માંડીને સીડી વગેરે તમામ જગ્યાએ કેમેરા ગોઠવવામાં આવશે જેથી ઉમેદવારો સતત કેમેરાની દેખરેખ હેઠળ રહે. કેન્દ્રોએ સીસીટીસીના વિડિયો બોર્ડ પરીક્ષાના પરિણામોને રિલીઝ થયાના બે મહિના સુધી સાચવવા પડશે જેથી જ્યારે જરૂર પડે ત્યારે જોઈ શકાય.

સીબીએસઈ શાળાઓમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હોવા છતાં પરીક્ષા ખંડમાં કેમેરા લગાવવામાં આવ્યા ન હતા. હવે ત્યાં પણ સારી ગુણવત્તાના કેમેરા લગાવવામાં આવશે. હવે આ શાળાઓએ પરીક્ષાના યોગ્ય સંચાલનને લગતી સૂચનાઓને અનુસરીને વધારાની તૈયારીઓ કરવી પડશે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ શાળામાં કેમેરા નહીં હોય તો ત્યાં પરીક્ષા કેન્દ્ર આપવામાં આવશે નહીં. નોંધનીય છે કે ૨૦૨૫ બોર્ડની પરીક્ષાઓ નવી શિક્ષણ નીતિ હેઠળ યોજાશે. ઝ્રમ્જીઈ એ દાવો કર્યો છે કે આ વર્ષે લગભગ ૪૪ લાખ વિદ્યાર્થીઓ ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા આપશે. તાજેતરમાં સીબીએસઇ બોર્ડે બોર્ડની પરીક્ષા માટે રજીસ્ટ્રેશન શરૂ કર્યું હતું. રજીસ્ટ્રેશન વિન્ડો ૧૬ ઓક્ટોબર સુધી ખુલ્લી રહેશે. બોર્ડની પરીક્ષાઓના સંદર્ભમાં સીબીએસઈ મોટા પાયે પરીક્ષાઓને સરળ અને ન્યાયી રીતે આયોજિત કરવા માટે કામ કરી રહી છે. તેથી બોર્ડે સીસીટીવી નીતિ વિકસાવી છે, જે અંતર્ગત શૈક્ષણિક સંસ્થાઓને ઉચ્ચ રિઝોલ્યુશન કેમેરા લગાવવા માટે કહેવામાં આવ્યું છે.

બોર્ડે કહ્યું છે કે ધોરણ ૧૦ અને ૧૨ના પરિણામો જાહેર થયાની તારીખથી ઓછામાં ઓછા બે મહિના માટે પરીક્ષા હોલ રેકોર્ડિંગને યોગ્ય રીતે સંગ્રહિત હોવા જોઈએ. આ ખાતરી કરવા માટે છે કે બોર્ડને તેમની સમીક્ષા કરવાની જરૂર હોય તો રેકોર્ડિંગ સરળતાથી મેળવી શકાય. કેમેરામાંથી ફૂટેજ માત્ર અધિકૃત કર્મચારીઓ દ્વારા જ એક્સેસ કરી શકાય છે.

 

Exit mobile version