Site icon Shri Nutan Saurashtra

દુનિયાના ઉદાર-દાતાર દેશોમાં પ્રથમ રેન્કિંગ Indonesia ને મળી,India નું સ્થાન ૨૬ મું

Jakarta,તા.10

ચેરેટીઝ એન્ડ ફાઉન્ડેશન(સીએએફ)ના વર્લ્ડ ગિવિંગ ઇન્ડેક્ષના જણાવ્યા અનુસાર દુનિયામાં સૌથી કયાં દેશના લોકો દાન આપીને અજાણ્યાને મદદ કરે છે તે અંગે એક સર્વે કરાવ્યો છે. આ સર્વેમાં ૧૪૫૦૦૦થી વધુ લોકોનો સમાવેશ થતો હતો. નવાઇની વાત તો એ છે કે ફરીવાર સૌથી પ્રથમ રેન્કિંગ ઇન્ડોનેશિયાને મળી છે. આ દેશના ૯૦ ટકા લોકોએ કોઇના કોઇ સ્વરુપે અજાણી વ્યકિતને દાન આપેલું છે. ત્યાર પછી મ્યાંમાર, સિંગાપુર, માલ્ટા અને આઇસલેન્ડનો સમાવેશ થાય છે.

આ ઇન્ડેક્ષમાં ભારતને ૨૬ મું રેન્ક મળ્યું છે. ૬૫ ટકા લોકોએ કહયું હતું કે કોઇને કોઇ અજાણી વ્યકિતને મદદ કરી હતી. ૨૦૨૨ અને ૨૦૨૩માં સિંગાપુરે ૧૯ ક્રમની છલાંગ લગાવીને ત્રીજું સ્થાન મળવ્યું છે. ગ્રીસ અને ફિલિપાઇન્સની રેંકમાં પણ સુધારો થયો છે. સૌથી વધુ દાનશીલ દેશોમાં એશિયા,યુરોપ અને આફ્રિકા ખંડમાં ૭૩ ટકા વસ્તી રહે છે.કેટલાક દેશોનું સ્થાન નીચું ઉતર્યુ છે જેમાં અજરબૈઝાનનો સમાવેશ થાય છે. આ દેશનું સ્થાન ૬૫ અંક ઘટીને ૧૧૯માં ક્રમે આવી ગયું છે. છેલ્લા દસકામાં યુક્રેન, ઇન્ડોનેશિયા, ચાડ, રશિયા અને ચીન જેવા દેશોના ઇન્ડેક્ષમાં ૨૫ કે તેના કરતા વધુ અંકનો વધારો થયો છે. ચીનમાં ચેરિટી કાનુન પસાર થયા પછી દાવ સ્વયંસેવાની પ્રવૃતિમાં વધારો થયો છે.

Exit mobile version