Site icon Shri Nutan Saurashtra

‘The Diary of West Bengal’રિલીઝ થવાથી વિવાદ વધશે? બાંગ્લાદેશના વિવાદને લઇને ફિલ્મ ચર્ચામાં

Mumbai,તા.૧૦

હિન્દી સિનેમામાં ઘણીવાર સંવેદનશીલ મુદ્દાઓ પર ફિલ્મો બની છે. આ માટે થઈને મેકર્સને ઘણીવાર વિવાદોનો સામનો કરવાનો વારો આવ્યો છે. કેટલાક દ્રશ્યો હટાવવાની પણ માંગ પણ કરવામાં આવતી હોય છે. ધ કેરળ સ્ટોરી બસ્તર, ધ નક્સલ સ્ટોરી આવી કેટલીક ફિલ્મો છે. હવે આ સિરીઝમાં વધુ એક ફિલ્મનું નામ સામેલ કરવામાં આવ્યું છે જે થોડા દિવસોમાં રિલીઝ થવા જઇ રહી છે.

વિવેક અગ્નિહોત્રીની આ ફિલ્મ રિલીઝ પહેલા અને પછી વિવાદોનો સામનો કરી રહી હતી, પરંતુ તેનો બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી. આ સિરીઝમાં, હવે પશ્ચિમ બંગાળ પર આધારિત એક ફિલ્મ આ મહિને રિલીઝ થવા જઇ રહી છે.

નિર્દેશક સનોજ મિશ્રાની ફિલ્મ ’ધ ડાયરી ઓફ વેસ્ટ બંગાળ’ બંગાળની સત્ય ઘટના પર આધારિત ફિલ્મ હશે, જેમાં હિન્દુ વિરુદ્ધ હિંસા, લવ જેહાદ અને પશ્ચિમ બંગાળમાં ફેલાયેલી કથળતી કાયદો અને વ્યવસ્થા બતાવવામાં આવશે. એટલે કે પશ્ચિમ બંગાળના લોકોની સમસ્યાઓ મોટા પડદા પર બતાવવામાં આવશે.

ડાયરેક્ટર સનોજ મિશ્રાએ આ વિશે જણાવ્યું હતું કે, આ ફિલ્મને રિલીઝ કરવા માટે અમારે જે મહેનત કરી હતી તેના કરતાં વધુ મહેનત કરવી પડી હતી. ફિલ્મમાં ઘણા એવા સીન છે જેને ફરીથી શૂટ કરવા પડ્યા હતા. અમે પહેલા જ ફિલ્મને સેન્સર બોર્ડને રિવ્યુ માટે આપી દીધી હતી, જેમાં અમારે લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી. આખરે અમારી ફિલ્મને ચારે બાજુથી રિલીઝ માટે લીલી ઝંડી મળી ગઈ છે. આ ફિલ્મ ૩૦ ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મની રિલીઝ માટે મેકર્સને ઘણી મહેનત કરવી પડી હતી. અગાઉ સેન્સર બોર્ડ આ ફિલ્મને રિલીઝ કરવા માટે સર્ટિફિકેટ આપતું ન હતું.

ફિલ્મના કાસ્ટમાં અર્શિન મેહતા, યજુર મારવાહ, ગૌરી શંકર, આલ્ફિયા શેખ, દીપક કંબોજ, દેવ ફોજદાર, ગરિમા કપૂર, નીત મહેલ, પ્રીતિ શુક્લા, રીના ભટ્ટાચાર્ય, ડૉ. રામેન્દ્ર ચક્રવર્તી, નરેશ શર્મા, અવધ અશ્વિની, રોનવ વર્માનો સમાવેશ થાય છે. , આશિષ રાજપૂત , અભિષેક મિશ્રા , અનુજ દીક્ષિત , અનિલ અંજુલિન , દીપક સુથાર , શ્રવણ આદર્શ છે.

 

Exit mobile version