ચોવીસ કલાક કામ કરનારી, પ્રેમ આપનારી, શ્રમ કરનારી, સેવા કરનારી, પોતાના શરીરનો રસ નિચોવીને દેનારી, સમગ્ર જીવન અને પોતાની મહત્વકાંક્ષાઓને અર્પિત કરનારી, ધર્મપત્ની આ તપસ્વીની છે.
વૃક્ષોની તરફ જુઓ તે હંમેશા ફળ, ફૂલ પેદા કરે છે, પાંદડા જાનવરોને ખવડાવે છે, પોતાની છાયામાં પક્ષીઓને વિશ્રામ આપે છે, વાતાવરણમાં થતું કાર્બનડાયોકસાઈડ ચૂસી લે છે. આ વૃક્ષો તપસ્વી છે.
તપસ્વીની અંદર એક દર્દ ઉઠે છે, એક પીડા ઉપડે છે કે અમારે બીજાનાં દુ:ખ દર્દને દૂર કરવા માટે શું કરવું જોઈએ. સાચો તપસ્વી પોતાની સમગ્ર જીંદગીને લોક હિતના માટે, દેશના માટે, શ્રેષ્ઠ કાર્યોને પૂરા કરવા માટે ખર્ચ કરી નાખે છે.