Mumbai,તા.24
ભારત વિશ્વના સૌથી મોટા અર્થતંત્રોમાંનું એક છે. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કે ડિજિટલ ટ્રાન્ઝેક્શન ભારતમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. કેશલેસ ટ્રાન્ઝેક્શનમાં કાર્ડ પેમેન્ટનું ચલણ વધી રહ્યું છે. હાલના સમયમાં કાર્ડ દ્વારા ઘણી પ્રકારની લેવડ-દેવડમાં કેશલેસ મોડમાં કરી શકાય છે. જ્યારે નવું કાર્ડ પસંદ કરવાની વાત આવે છે, ત્યારે ઘણાં લોકો RuPay અને Visa કાર્ડ વચ્ચે મુંઝવણમાં આવી જાય છે. પરંતુ શું તમે ક્યારેય આ બે કાર્ડ વચ્ચેના ફર્કને સમજવાની કોશિશ કરી કરી છે?
જો નહીં, તો ચાલો બંને કાર્ડ વચ્ચેનો તફાવત સમજીએ અને એ પણ ચર્ચા કરીએ કે કયું વધારે સારું છે.
બે કાર્ડ વચ્ચેનો તફાવત અને તેના ફાયદા
સ્વીકૃતિ અને પહોંચ
RuPay કાર્ડ ભારતમાં વ્યાપકપણે સ્વીકારવામાં આવે છે, પરંતુ તમે તેનો ઉપયોગ કરીને આંતરરાષ્ટ્રીય વેબસાઇટ્સ પરથી કોઈ ચૂકવણી કરી શકતા નથી. જ્યારે વિઝા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપકપણે સ્વીકાર કરવામાં આવે છે. તમે વિશ્વના લગભગ દરેક દેશમાં ચુકવણી કરવા માટે વિઝા કાર્ડનો ઉપયોગ કરી શકો છો.
પ્રોસેસિંગ ફી
RuPay કાર્ડ્સમાં અન્ય કાર્ડ નેટવર્કની તુલનાએ પ્રમાણમાં ઓછી ટ્રાન્ઝેક્શન ફી હોય છે, કારણ કે આ કાર્ડ દ્વારા કરવામાં આવેલા દરેક વ્યવહાર ભારતની અંદર જ પ્રોસેસ કરવામાં આવે છે. જ્યારે વિઝા એક આંતરરાષ્ટ્રીય ચુકવણી નેટવર્ક છે. જેથી લેવડ-દેવડની દરેક પ્રક્રિયા દેશની બહાર થાય છે. તેથી, RuPay ની સરખામણીમાં તેની પ્રોસેસિંગ ફી પ્રમાણમાં વધારે હોય છે.
ટ્રાન્ઝેક્શન ફી
RuPay કાર્ડની ટ્રાન્ઝેક્શન સ્પીડ વિઝા અને અન્ય પેમેન્ટ નેટવર્ક કરતાં ઝડપી છે. વિઝા કાર્ડમાં ટ્રાન્ઝેક્શનની ઝડપ RuPay કરતાં પ્રમાણમાં ધીમી છે.
ટારગેટ સ્પીડ
RuPay કાર્ડનું પ્રાયમેરી ટારગેટ ખાસ કરીને ગ્રામીણ ભારત છે. જ્યારે ભારતમાં વિઝા કાર્ડ મોટા શહેરોમાં વધુ પ્રચલિત છે.
બંનેમાંથી કયુ કાર્ટ વધુ સારું
RuPay કાર્ડ અને વિઝા કાર્ડ વચ્ચે કયું કાર્ડ વધુ સારું છે, તે સવાલનો જવાબ તમારા ઉપયોગ અને જરૂરિયાતો પર આધારિત રાખે છે. જો તમે દેશની અંદર જ ટ્રાન્ઝેક્શન કરતાં હોવ તો RuPay કાર્ડ શ્રેષ્ઠ વિકલ્પ છે. તેની ઓછી ટ્રાન્ઝેક્શન ફી અને ઝડપી પ્રોસેસિંગ ટાઈમ તેને રોજિંદા ઉપયોગ માટે યોગ્ય બનાવે છે. પરંતુ જો તમે આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરતા હોવ અથવા તો વારંવાર વિદેશ પ્રવાસે જવાનું રહેતું હોય તો તમારા માટે વિઝા કાર્ડ વધુ બેસ્ટ વિકલ્પ રહેશે. તેની વ્યાપક સ્વીકૃતિ અને વ્યાપક વૈશ્વિક લાભો આંતરરાષ્ટ્રીય ઉપયોગ માટે વિશેષ સુવિધાઓ અને વધારાની સુરક્ષા પણ પૂરી પાડે છે.