Budget ની જાહેરાત વચ્ચે શેરબજારમાં વોલેટિલિટી વધી, નિફ્ટી 24500 અંદર

Mumbai,તા.23

કેન્દ્રીય બજેટ 2024ની જાહેરાત થવાની સાથે જ સેન્સેક્સમાં 300 પોઈન્ટ સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. જો કે, હજી કોઈ સ્પષ્ટ વલણ ન જણાતાં  શેરબજારમાં વોલેટિલિટી વધી છે. સૌ કોઈની નજર બજેટમાં થનારી જાહેરાતો પર છે. સેન્સેક્સ 200 પોઈન્ટ ઉછાળે ખૂલ્યા બાદ 220 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો. 10.45 વાગ્યે 97.64 પોઈન્ટ ઘટાડે 80404.44 પર ટ્રેડ થઈ રહ્યો હતો. બજેટ શરૂ થતાં જ સેન્સેક્સ 100 પોઈન્ટ ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી 24500ના લેવલ પરત મેળવ્યું છે.

નિફ્ટી 24568.90 પર ખૂલ્યા બાદ વધી 24582.55 થયો હતો. જો કે, બાદમાં વોલેટિલિટીના કારણે 24500નું લેવલ તોડ્યું હતું. 10.46 વાગ્યે 45.60 પોઈન્ટના ઘટાડે 24463.65 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી પેકમાં સામેલ 32 શેર્સ ઘટાડે અને 18 શેર્સ સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યા હતા. શેરબજાર છેલ્લા થોડા દિવસથી સતત નવા ઉછાળો નોંધાવ્યા બાદ વિરામના શ્વાસ લઈ રહ્યું છે.

રિયાલ્ટી, પાવર, કેપિટલ ગુડ્સ, એફએમસીજી સિવાય તમામ સેક્ટોરલ ઈન્ડેક્સ 1 ટકા સુધી ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે. જ્યારે સ્મોલકેપ શેર્સમાં ધીમા ધોરણે ખરીદી વધતાં ઈન્ડેક્સ ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યો છે. બીએસઈ ખાતે એફએમસીજી  0.41 ટકા, કેપિટલ ગુડ્સ 0.72 ટકા, રિયાલ્ટી 0.31 ટકા, પાવર 0.60 ટકા સુધારે ટ્રેડ થઈ રહ્યા છે.

એનએસઈ ખાતે ટ્રેડેડ શેર્સની સ્થિતિ

સ્ટોક્સ છેલ્લો ભાવ ઉછાળો
LT 3700.3 1.34
ADANIPORTS 1484.05 1.14
ULTRACEMCO 11640 1.08
EICHERMOT 4900 0.88
ITC 470.5 0.85
સ્ટોક્સ છેલ્લો ભાવ ઘટાડો
ONGC 313.85 -2.17
SHRIRAMFIN 2766.45 -1.63
BPCL 303.9 -1.41
SBILIFE 1598.5 -1.4
BAJAJFINSV 1611.55 -1.2

Leave a Comment