Site icon Shri Nutan Saurashtra

Vishal Bharadwaj ની પહેલી એક્શન ફિલ્મ, શાહિદનો લીડ રોલ પાકો

ફિલ્મનું ટાઈટલ હજુ નક્કી થયું નથી, પરંતુ તેના માટે છ મોંઘા એક્શન સેટ બનાવવાનું આયોજન થઈ ગયું છે

Mumbai, તા.૨૨

વિશાલ ભારદ્વાજ અને શાહિદ કપૂરની જોડીએ સફળ ફિલ્મો આપેલી છે. ૨૦૦૯માં ‘કમીને’ અને ૨૦૧૪માં ‘હૈદર’ બાદ તેમણે સાથે કામ કર્યું નથી. ‘હૈદર’ને કમર્શિયલ સક્સેસ ઉપરાંત બેસ્ટ મ્યૂઝિક, બેસ્ટ ડાયલોગ, બેસ્ટ કોશ્ચ્‌યુમ ડિઝાઈન, બેસ્ટ પ્લેક બેક સિંગર, બેસ્ટ કોરિયોગ્રાફી જેવી કેટેગરીમાં નેશનલ એવોડ્‌ર્સ પણ મળ્યા હતા. શાહિદ અને વિશાલની આ જોડીને એક દાયકા બાદ ફરી સાથે લાવવામાં પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલાને સફળતા મળી છે. ડાયરેક્ટર-એક્ટરની મદદથી એક્શન-થ્રિલર ફિલ્મ બનાવવાનો સાજિદનો પ્લાન છે. વિશાલ ભારદ્વાજે ઈમોશનલ અને મ્યૂઝિકલ ફિલ્મો બનાવેલી છે, પરંતુ પહેલી વાર તેઓ એક્શન થ્રિલર પર હાથ અજમાવી રહ્યા છે.   સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સાજિદ નડિયાદવાલા અને વિશાલ ભારદ્વાજે ફિલ્મમાં લીડ રોલ માટે શાહિદને સાઈન કરી લીધા છે. વિશાલની પહેલી એક્શન ફિલ્મને મોટા બજેટ સાથે બનાવવામાં આવશે. આ ફિલ્મની સ્ટોરી મિશન આધારિત છે અને તેમાં કોઈ કચાશ રાખવાની સાજિદની ઈચ્છા નથી. ફિલ્મનું ટાઈટલ હજુ નક્કી થયું નથી, પરંતુ તેના માટે છ મોંઘા એક્શન સેટ બનાવવાનું આયોજન થઈ ગયું છે. શાહિદ કપૂરે એક્શન-થ્રિલર ફિલ્મની સ્ક્રિપ્ટ સાંભળી ત્યારથી જ આ ત્રિપુટીનું સાથે કામ કરવાનું નક્કી થઈ ગયું હતું. શાહિદ કપૂર અને સમગ્ર ટીમ સપ્ટેમ્બર મહિનાથી શૂટિંગ શરૂ કરવાનું વિચારે છે. ફિલ્મને ભારત અને અમેરિકામાં શૂટ કરવામાં આવશે. ફિલ્મના ટાઈટલ ઉપરાંત હજુ લીડ એક્ટ્રેસ પણ ફાઈનલ નથી. પ્રેગનન્સીના કારણે દીપિકા પાદુકોણ થોડા મહિના નવી ફિલ્મ લઈ શકે તેમ નથી. આ સ્થિતિમાં કિયારા, આલિયા, ક્રિતિ, કેટરિના જેવી કોઈ એ-ગ્રેડ સ્ટારને લીડ રોલ આપવામાં આવે તેવી શક્યતા છે. લીડ એક્ટ્રેસની પસંદગી માટે સાજિદ-વિશાલે વાતચીત શરૂ કરી છે.

Exit mobile version