Site icon Shri Nutan Saurashtra

Vinesh Phogat ની રોમાંચક લવ સ્ટોરી, નોકરી પર પ્રેમ, એરપોર્ટ પર પ્રપોઝ અને રેસલર સાથે કર્યા લગ્ન

Mumbai,તા.08

સમગ્ર દેશ અત્યારે વિનેશ ફોગાટની સાથે ઊભો છે, પરંતુ વિનેશ માટે આ સમય મુશ્કેલ છે. વિનેશે જીવનનો મોટો નિર્ણય લીધો ત્યારે પોતાની માતાને સંબોધિત કર્યાં. દરમિયાન સવાલ ઉઠે છે કે વિનેશના જીવનમાં માતા સિવાય અન્ય કોણ-કોણ છે. તેનું અંગત જીવન કેવું છે? તેના લગ્ન થયાં છે કે નહીં?

વિનેશ ફોગાટની લવ લાઈફ

વિનેશ ફોગાટના લગ્ન નેશનલ લેવલના પહેલવાન સોમવીર રાઠી સાથે થયા છે. જોકે બંનેના લગ્નને ખાસ્સો સમય થઈ ગયો છે પરંતુ આ જોડીની પ્રેમ કહાની શાનદાર છે. વિનેશ અને સોમવીરની પહેલી મુલાકાત ભારતીય રેલવેમાં નોકરી દરમિયાન થઈ હતી. બંને કુશ્તીના શોખીન છે. કુશ્તી પ્રત્યે બંનેનો પ્રેમ ધીમે-ધીમે રોમાન્સમાં બદલાતો ગયો.

ઓગસ્ટ 2018માં વિનેશ અને સોમવીરની પ્રેમ કહાની ચર્ચામાં રહી, જ્યારે બંનેએ સત્તાવાર લગ્નનું એલાન કર્યું. વિનેશના 24માં જન્મદિવસના અવસરે 25 ઓગસ્ટ 2018એ સોમવીર અને વિનેશે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટની બહાર એકબીજાને રિંગ પહેરાવી.

ચાર મહિના બાદ ડિસેમ્બર 2018માં વિનેશ અને સોમવીરે એકબીજા સાથે લગ્ન કર્યાં. લગ્ન વિનેશના ગૃહ જિલ્લા ચરખી દાદરીમાં આયોજિત કરવામાં આવ્યા. લગ્ન દરમિયાન વિનેશ અને સોમવીરે સાત ફેરાના બદલે આઠ ફેરા લીધા. આ જોડીએ આઠમો ફેરો બેટી બચાઓ, બેટી પઢાઓ અને બેટી ખેલાઓના નામે પર લીધો. વિનેશના લગ્નમાં ગીતા, બબીતા ફોગાટ પણ સામેલ થયા હતાં. ગીતા ફોગાટ પોતાના પતિ પવન કુમારની સાથે લગ્નમાં પહોંચી હતી. સોમવીર રાઠી રાષ્ટ્રીય સ્તરનો પહેલવાન છે અને બે વખત નેશનલ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતી ચૂક્યો છે.

વિનેશ ફોગાટના પરિવારમાં કોણ-કોણ છે

વિનેશ ફોગાટના પરિવારમાં તેની માતા અને બહેન છે. વિનેશ જ્યારે 9 વર્ષની હતી ત્યારે તેના પિતાનું નિધન થઈ ગયું હતું. વિનેશના તાઉ મહાવીર ફોગાટે તેને કુશ્તીના દાવ પેંચ શીખવાડ્યા અને હાથ પકડીને પહેલવાનીમાં આગળ વધારી. મહાવીર ફોગાટ ચાર પુત્રીઓના પિતા છે. ગીતા, બબીતા, સંગીતા અને ઋતુની સાથે તેમનો એક ભાઈ દુષ્યંત પણ છે. ગીતા, બબીતા, ઋતુ અને વિનેશે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં મેડલ જીત્યા છે.

Exit mobile version