Site icon Shri Nutan Saurashtra

‘Chhava’ ફીલ્મના ટીઝરમાં છવાઈ વિકી કૌશલની વીરતા

વિકી કૌશલની છત્રપતિ સંભાજી મહારાજ તરીકેની ઝલક જોઈને ફિલ્મ મેકર્સે બધાને ચોંકાવી દીધાં હતાં

Mumbai, તા.૧૯

વિકી કૌશલની સેમ બહાદુર પછી તેના ફૅન્સ ‘છાવા’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બુધવારે ‘સ્ત્રી ૨’ના પેઇડ પ્રિવ્યૂ દરમિયાન આ ફિલ્મનું ટીઝર લોંચ કરવામાં આવ્યું હતું, જે જોઈને તેના ફૅન્સ ઉત્સાહમાં આવી ગયા હતા. વિકી કૌશલની છત્રપતિ સંભાજી મહારાજ તરીકેની ઝલક જોઈને ફિલ્મ મેકર્સે બધાને ચોંકાવી દીધાં હતાં. વિકી આ ફિલ્મમાં એક શક્તિશાળી યોદ્ધાનો રોલ કરે છે, જેઓ છત્રપતિ શિવાજીના પુત્ર હતા.  આ ટીઝર અંગે વિકીના ફૅન્સે એક્સ પર પોતાનો પ્રતિસાદ રજૂ કર્યો હતો. એક યૂઝરે લખ્યું હતું,“મહારાષ્ટ્રમાં છાવાને મોટી સફળતા મળશે.” તો એક યૂઝરે લખ્યું હતું, “સ્ત્રી ૨ સાથે છાવાનું ટીઝર જોયું, અતિશય પ્રભાવશાળી છે અને વિકી કૌશલને તો આજ સુધી નથી જોયો એવા અવતારમાં જોવા મળશે! મેડોક ખરેખર અત્યારનું શ્રેષ્ઠ પ્રોડક્શન હાઉસ છે.” તો એક વ્યક્તિએ એક્સ પર લખ્યું,“આ ફિલ્મ અદ્દભૂત રહેશે…રુંવાડાં ઊભાં થઈ ગયાં..મહારાષ્ટ્રમાં તો આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બધાં રેકોર્ડ તોડી નાખશે.” ‘છાવા’માં વિક્કી કૌશલ સાથે રશ્મિકા મંદાના જોવા મળશે, આ ફિલ્મ ૬ ડિસેમ્બરે રિલીઝ થશે. ત્યાર બાદ તે ‘લવ ઍન્ડ વૉર’માં જોવા મળશે, જેમાં તેની સાથે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ હશે, આ ફિલ્મ સંજય લીલા ભણસાલી દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે.

Exit mobile version