Site icon Shri Nutan Saurashtra

Kupwara એન્કાઉન્ટરમાં બે આતંકીઓ ઠાર, ડોડામાં પણ ઓપરેશન ચાલુ

New Delhi, તા.18

ગુરુવારે જમ્મુ કાશ્મીરના કુપવાડાના કેરન સેક્ટરમાં સરહદી વિસ્તારમાં LOC પાસે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ભારે ગોળીબાર થયો હતો. આર્મીના 6 રાષ્ટ્રીય રાઈફલ્સ અને પોલીસના SOG જવાનોએ આ ઓપરેશનનો ચાર્જ સંભાળ્યો હતો. અહીં જવાનોએ બે આતંકીઓને ઠાર કર્યા છે.

હવામાન સુરક્ષા દળો માટે પડકારજનક 

ગુરુવારે જમ્મુ-કાશ્મીરમાં હવામાન બગડ્યું હતું. અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે તેમજ વાદળછાયું વાતાવરણ છે. જેના કારણે ડુંગરાળ વિસ્તારો ધુમ્મસથી ઘેરાયેલા છે. આ હવામાન પણ સુરક્ષા દળો માટે એક પડકાર છે.

ચાર દિવસમાં ડોડામાં આ ત્રીજું એન્કાઉન્ટર

ડોડામાં પણ સોમવારથી આતંકીઓને શોધીને તેનું એન્કાઉન્ટર કરવાનું ઓપરેશન ચાલી રહ્યું છે. પ્રતિકૂળ હવામાન વચ્ચે સમયાંતરે ગોળીબાર પણ થઈ રહ્યો છે. ચાર દિવસમાં ડોડામાં આ ત્રીજું એન્કાઉન્ટર છે, પરંતુ સુરક્ષા દળોને હજુ સુધી સફળતા મળી નથી.

ગાઢ જંગલો, ઉંચા પહાડો અને ખરાબ હવામાન સુરક્ષા દળો માટે એક પડકાર છે, પરંતુ સૈનિકો અડગ ઊભા છે. રામબન-ડોડા રેન્જના ડીઆઈજી શ્રીધર પાટીલે જણાવ્યું કે ઓપરેશન હજુ ચાલુ છે. તે ટૂંક સમયમાં પૂર્ણ થશે.

એન્કાઉન્ટરમાં બે જવાન ઘાયલ 

ડોડાના કાસ્તીગઢ વિસ્તારમાં સવારે 2 વાગ્યાની આસપાસ થયેલા એન્કાઉન્ટરમાં બે જવાન ઘાયલ થયા છે. સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ તેને કમાન્ડ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. અધિકારીના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

Exit mobile version