Site icon Shri Nutan Saurashtra

Junagadh ની હોસ્પિટલમાં સિઝેરિયન બાદ બે પ્રસુતાના મોત

બંને કિડની ફેઈલ થઇ જતાં અન્ય એક મહિલા ગંભીર,તબીબો-સંચાલકો સામે ગુનો દાખલ

Junagadh,, તા.૩૧
જુનાગઢમાં પ્રાઇવેટ હેલ્થ હોસ્પિટલમાં બે મહિલાઓને ડિલેવરી કેસમાં સિઝીયરન કર્યા બાદ સારવાર દરમ્યાન બંને મહિલાનાં મોત નોંધાયા છે. જયારે અન્ય એક મહિલાનું સિઝીયરન કર્યા બાદ બંને કિડની ફેઇલ થઇ જતા ગંભીર હાલતમાં અન્ય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ છે. ડોકટરોની ગંભીર બેદરકારી નિષ્કાળજીના કારણે બે મહિલાઓના મોત થયાં છે અને અન્ય મહિલાની બંને કિડની ફેઇલ થઇ જતા જીવન મરણ વચ્ચે જોલા ખાઇ રહી છે. મહિલા ડોકટર અને અન્ય ડોકટર સામે બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.આ અંગેની બી ડીવીઝન પોલીસમાં ફરિયાદી આકાશભાઇ અરજણભાઇ મીયાત્રા (ઉ.વ.28) રે. ટીંબાવાડી, સિધ્ધાર્થનગર, ડો.આંબેડકર સાહેબના સ્ટેચ્યુ પાસે વાળાએ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમના પત્ની હીરલબેન અને સાહેદ ભરતભાઇ બાલસનાં પત્ની હર્ષિતાબેનને જુનાગઢની હેલ્થ પ્લસ હોસ્પિટલમાં ડીલેવરી કેસમાં તા.29-5-2024ના 11 કલાકે દાખલ કરેલ બાદ બંને મહિલાની પ્રસુતિ હેલ્થ પ્લસ હોસ્પિટલના ડો. ડાયના અજુડીયા અને અને ડો.હેમાક્ષી કોટડીયા એ બંને મહિલાઓની ડિલેવરી સિઝીયરન કરેલ બાદ સારવારમાં બેદરકારી રાખવાના કારણે બંને માતાઓના શરીરમાં ઇન્ફેકશન થઇ જવા પામેલ જેના કારણે સમય જતા બંને પ્રસુતા મહિલાના મોત નોંધાતા તાજા જન્મેલા બંને બાળકોએ જન્મનાની સાથે માતાની છત્રછાયા ગુમાવી દીધી.
ઉપરાંત અન્ય એક પ્રસુતા મહિલા તૃપ્તિબેનના સિઝીયરન બાદ તેમની સારવાર દરમ્યાન બેદરકારી ગંભીર રીતે દાખવતા તૃપ્તિબેનની બંને કિડની ફેઇલ થઇ જવા પામી છે. જેથી હેલ્થ પ્લસ હોસ્પિટલમાંથી અન્ય હોસ્પિટલમાં સારવાર માટે રીફર કરવામાં આવ્યા છે. જયાં તેમની સારવાર હાલ ચાલુ હોવાનું જણાવાયું છે.
આ હોસ્પિટલના બંને ડોકટર ડાયના અજુડીયા અને ડો.હેમાક્ષી કોટડીયા ઉપરાંત હોસ્પિટલના સંચાલકો સામે બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ આકાશભાઇ અરજણભાઇ મિયાત્રાએ નોંધાવતા બી ડીવીઝન પોલીસે કલમ 105, 110, પ4 મુજબ ગુનો નોંધી પીએસઆઇ એચ.પી.ગઢવીએ તપાસ હાથ ધરી છે.
બંને પ્રસુતા મહિલાની સારવાર દરમ્યાન ગંભીર બેદરકારીના કારણે મોત નોંધાતા બંને માસુમ બાળકો જન્મતાની સાથે માતાની છત્રછાયા ગુમાવી દેતા અરેરાટી વ્યાપી જવા પામી છે. જયારે તૃપ્તિબેનની બંને કીડની ફેઇલ થઇ જતા અન્ય હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યાનું જાણવા મળેલ છે.
મેડિકલ પ્રેકટીસમાં ગંભીર બેદરકારી અને નિષ્કાળજી દાખવતા બે મહિલા મોતને ભેટી છે.
Exit mobile version