થોરાળા પોલીસે દારૂ, મોબાઈલ અને કાર મળી રૂ. 1.44 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
Rajkot,તા.૦૧
થોરાળા પોલીસે ભાવનગર રોડ પર પીટીસી ગ્રાઉન્ડ નજીક જાહેર રોડ પરથી વિદેશી દારૂ ભરેલી કારને ઝડપી 71 બોટલ સાથે જસદણના રિઝવાન કાદર પઠાણ અને જંગલેશ્વરના આબીદ અલ્તાફ મોદીની ધરપકડ કરી છે. પોલીસે દારૂ, મોબાઈલ અને કાર સહીત કુલ રૂ. 1.44 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
દરમિયાન જીજે-01-કેએન-0981 નંબરની વોક્સવેગન પોલો કાર નીકળતા અટકાવી હતી. કારમાં હાજર રિઝવાન કાદરભાઈ પઠાણ(ઉ.વ.29 રહે. જસદણ) અને આબીદ અલ્તાફભાઈ મોદી (ઉ.વ.24 રહે જંગલેશ્વર શેરી નંબર 24) બંને શખ્સોને બહાર ઉતારી જડતી કરતા અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 71 બોટલ મળી આવી હતી. જેથી દારૂનો જથ્થો કબ્જે કરી બંને શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.
થોરાળા પોલીસે વિદેશી દારૂ, બે અલગ અલગ મોબાઈલ અને કાર સહીત કુલ રૂ. 1.44 લાખનો મુદ્દામાલ કબ્જે કરી દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા અને કોને આપવાનો હતો સહીતની બાબતે પૂછપરછ શરૂ કરી છે.