Site icon Shri Nutan Saurashtra

કંપનીઓ દ્વારા bonds મારફત ભંડોળ ઊભા કરવાની માત્રામાં બાવીસ ટકા ઘટાડો

Mumbai,તા,12

ભારતીય કંપનીઓ તથા બેન્કો દ્વારા કોર્પોરેટ  બોન્ડસ મારફત નાણાં ઊભા કરવાની માત્રામાં જુલાઈની સરખામણીએ ઓગસ્ટમાં ૨૨ ટકા ઘટાડો નોંધાયો છે.  અમેરિકન ફેડરલ રિઝર્વ વ્યાજ દર મુદ્દે કેવો અભિગમ અપનાવે છે તેના પર બેન્કો તથા કંપનીઓની નજર રહેલી છે.

વર્તમાન મહિનાની બેઠકમાં ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં પા ટકા જેટલો ઘટાડો કરશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

પ્રાઇમ ડેટા બેઝ ડેટા અનુસાર, ભારતીય કંપનીઓ અને બેંકોએ ઓગસ્ટમાં રૂ. ૮૧,૨૩૮ કરોડ એકત્ર કર્યા હતા, જે જુલાઈમાં રૂ. ૧.૦૪ લાખ કરોડ એકત્ર કર્યા હતા. કોર્પોરેટોએ પણ આ મહિને ઓછા વિદેશી બોન્ડ જારી કર્યા હતા. એક માત્ર મુથૂટ માઇક્રોફિને મહિના દરમિયાન રૂ. ૧૦૦ કરોડના બોન્ડ જારી કર્યા હતા.

અમેરિકામાં ફુગાવામાં ઘટાડો અને અન્ય આર્થિક ડેટા વ્યાજ દરમાં ઘટાડો કરવાની તરફેણ કરે છે.

આ હકીકતને ધ્યાનમાં રાખી કંપનીઓ ઊંચા વ્યાજ દરે ભંડોળ ઊભા કરવાનું હાલમાં ટાળી રહી છે.

વ્યાજ દરમાં ઘટાડો કરાશે તો ટૂંકી મુદતના બોન્ડસ પરના વ્યાજમાં વધુ ઘટાડો જોવા મળવાની ધારણાં છે. આવી સ્થિતિમાં બેન્ક ઈન્ફ્રાસ્ટ્રકચર બોન્ડ જારી કરવામાં નોંધપાત્ર વધારો થવાની શકયતા છે.

વર્તમાન નાણાં વર્ષના પાછલા છ મહિનામાં બેન્કો તથા મોટી કંપનીઓ દ્વારા બોન્ડસ જારી કરવામાં વધારો થવાની પણ ધારણાં રાખવામાં આવી રહી છે. વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં કોર્પોરેટ બોન્ડસના ભરણાંમાં વાર્ષિક ધોરણે ૫૬ ટકા ઘટાડો જોવા મળ્યો છે.

Exit mobile version