Site icon Shri Nutan Saurashtra

Tripti Dimri પરવીન બાબીના રોલમાં જોવા મળશે

પરવીન બાબીની બાયોપિક માટે સિલેક્શન

 અગાઉ વો લમ્હેં ફિલ્મમાં કંગનાનો રોલ પરવીન બાબી પર જ આધારિત હતો

Mumbai,તા.09

પરવીન બાબીની બાયોપિક બની રહી છે અને  ફિલ્મમાં પરવીન બાબીના રોલ માટે તૃપ્તિ ડિમરીની પસંદગી કરવામાં આવી હોવાનું ચર્ચાય છે. જોકે, ફિલ્મના અન્ય સહકલાકારો કે વધુ વિગતો હજુ સુધી ઉપલબ્ધ કરાવાઈ નથી.  તૃપ્તિ ડિમરીએ ઓટીટી પર રીલિઝ થયેલી ફિલ્મ ‘કલા’માં એક ગાયિકાનો રોલ ભજવ્યો હતો અને તેની આ ભૂમિકામાં બોલીવૂડની કેટલીક જાણીતી ગાયિકાઓની અંગત જિંદગીનું પ્રતિબિંબ હોવાનું કહેવાતું હતું.

બોલીવૂડમાં અગાઉ ‘વો  લમ્હેં ‘ ફિલ્મ મહેશ ભટ્ટ અને પરવીન બાબીની વાસ્તવિક પ્રેમ કથા પરથી આધારિત હોવાનું કહેવાય છે. આ ફિલ્મમાં પરવીન બાબીને મળતી આવતી ભૂમિકા કંગના રણૌતે ભજવી હતી.

૭૦ અને ૮૦ના દાયકાની હિરોઈન પરવીને તેના સમયના તમામ ટોચના સ્ટાર સાથે કામ કર્યું હતું. તે ડેની ડેન્ગઝોપ્પા, કબીર બેદી અને મહેશ ભટ્ટ સાથે રિલેશનશિપમાં હોવાનું ચર્ચાયું હતું. લાંબા સમય સુધી અદ્રશ્ય રહેલી પરવીન બાબી વર્ષો પછી દેખાઈ હતી  પરંતુ ત્યારે તે માનસિક બીમારીનો શિકાર બની ચૂકી હતી. ૨૦૦૫માં તે તેના ફલેટમાં મૃત અવસ્થામાં મળી આવી હતી.

Exit mobile version