ટ્રેનના ટોયલેટમાંથી કુલ ૨૫ પેકેટ Ganja મળી આવ્યો

ટ્રેનના જી-૪ અને જી-૫ સ્લીપર કોચના ટોયલેટના સીલિંગથી અવાજ આવતા તપાસ કરી સીલિંગને તોડવામાં આવ્યું તો અંદરથી કુલ ૨૫ પેકેટ ગાંજો નીકળ્યો

Prayagraj,તા.૦૧

યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતા પ્રયાગરાજ મંડળમાંથી પસાર થતી ટ્રેનોની તપાસ જીઆરપી અને આરપીએફના જવાનો કરી રહ્યા હતા. ટ્રેનમાં એક કોચથી બીજા કોચ ટોયલેટ પાસેથી પસાર થઈ રહ્યા હતા.

આ દરમિયાન એક જવાનને ટોયલેટમાંથી અજીબોગરીબ અવાજ સંભળાતો હતો. તે ત્યાં રોકાઈ ગયો. અવાજ સતત આવી રહ્યો હતો. ત્યારબાદ તેણે ટોયલેટનો દરવાજો ખોલ્યો. ત્યાં તેને એવી વસ્તુ દેખાઈ, જેને જોઈને ચોંકી ગયા. ફટાફટ અધિકારીઓને સૂચના આપી.

રેલવે સુરક્ષા ફોર્સ, ચૂનાર દ્વારા ટ્રેન નંબર ૧૮૩૦૯ યુપી મૂરી એક્સપ્રેસ ચૂનાર પર આવતાં જ જીઆરપી અને આરપીએફ ચૂનાર સ્ટાફ દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન નાર્કોસ અંતર્ગત ચેક કર્યું. ટ્રેનના જી-૪ અને જી-૫ સ્લીપર કોચના ટોયલેટના સીલિંગથી અવાજ આવતા તપાસ કરી. સીલિંગને તોડવામાં આવ્યું તો અંદરથી કુલ ૨૫ પેકેટ ગાંજો નીકળ્યો. આ ગાંજો લગભગ ૫૦ કિલોગ્રામ જેટલો હતો.

આટલો મોટો જથ્થો મળ્યા બાદ ત્યાં હડકંપ મચી ગયો. તેની સૂચના વરિષ્ઠ અધિકારીઓને આપી દીધી. ઘટનાસ્થળ પર પહોંચેલા સિનિયર અધિકારીઓ સામે ટ્રેનના અન્ય કોચની તપાસ કરી. બીજા કોચમાંથી કંઈ મળ્યું નહીં. તપાસ દળે તેને લઈ જતાં તસ્કરોની શોધખોળ માટે ખૂબ પ્રયાસ કર્યા. પણ કોઈ હાથમાં આવ્યા નહીં.

ત્યારબાદ ઘટનાસ્થળ પર કાર્યવાહી કર્યા બાદ જીઆરપી ચૂનારને પકડીને સામાન સોંપી દેવામાં આવ્યો.

જ્યાં જીઆરપી દ્વારા લાવારિસમાં માલખાના દાખલની કાર્યવાહી કરવામાં આવી. જીઆરપીના જણાવ્યા અનુસાર, જપ્ત કરાયેલા ગાંજાની કિંમત લગભગ ૨૦ લાખથી વધારે આંકવામાં આવી છે.

રેલવેના જણાવ્યા અનુસાર, ટ્રેનોમાંથી તસ્કરી રોકવા માટે આ પ્રકારના અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. જીઆરપી અને આરપીએફ કોચ સાથે ટોયલેટમાં પણ તપાસ કરશે

Leave a Comment