Site icon Shri Nutan Saurashtra

નેશનલ ક્રશ’ બની ગયેલી Tripti Dimri નો આ છે ‘રૂમર્ડ બોયફ્રેન્ડ’, ડીનર ડેટ પર દેખાતા ચર્ચા શરૂ

Mumbai,તા.09

બોલિવૂડ અભિનેત્રી તૃપ્તિ ડિમરી છેલ્લા દિવસોથી લવ લાઈફને લઈને ચર્ચામાં છે. ચર્ચા એવી થઈ રહી છે, કે તે બિઝનેસમેન સેમ મર્ચન્ટને ડેટ કરી રહી છે. તાજેતરમાં તે બોયફ્રેન્ડ સાથે ડિનર ડેટ પર ગઈ હતી, જ્યાં પાપારાઝીએ તેમને જોયા હતા. જોકે, આ દરમિયાન તેઓએ પાપારાઝીની સામે પોઝ નહોતો આપ્યો. તૃપ્તિ ડિમરી અને સેમ મર્ચન્ટનો હાલમાં એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે તૃપ્તિ ડિમરી ડિનર ડેટ પછી એકલી રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળે છે, તેણે વ્હાઈટ વેસ્ટ પર મેચિંગ કલરનો શર્ટ પહેર્યો હતો, અને તેની સાથે તેણે ગ્રીન પેન્ટની પેર કરી હતી.

એ પછી રૂમર્ડ બોયફ્રેન્ડ સેમ મર્ચન્ટ રેસ્ટોરન્ટમાંથી બહાર આવે છે અને પાપારાઝીની સામે હાથ જોડીને ફટફટા આગળ જતા રહે છે. અને ઝડપથી તે તેની કારમાં બેસી જાય છે. આ દરમિયાન સેમ મર્ચન્ટ ઓલિવ ગ્રીન શર્ટ, ડેનિમ જીન્સ અને પહેરેલો શૂઝ જોવા મળ્યા હતા.

Exit mobile version