Site icon Shri Nutan Saurashtra

Kriti Sanon ની મીનાકુમારીના બાયોપિકનું શૂટિંગ ફરી ઠેલાયું

Mumbai , તા.18

વિતેલા જમાનાની અભિનેત્રી મીના કુમારીની બાયોપિકનું શૂટિંગ વધુ પાછળ ઠેલાઈ ગયું છે. આ ફિલ્મમાં કૃતિ સેનન મીના કુમારીની ભૂમિકા ભજવવાની છે. આ ફિલ્મનું શૂટિંગ મૂળ તો ઓક્ટોબર ૨૦૨૩માં જ શરુ થઈ જવાનું હતું. પરંતુ, કેટલાયં કારણોસર તેમાં સતત વિલંબ થતો રહે છે. હવે છેક ૨૦૨૫માં જ શૂટિંગ શરુ થઈ શકે તેવી ધારણા છે.

કોશ્ચ્યુમ ડિઝાઈનર મનીષ  મલ્હોત્રા આ ફિલ્મથી ફિલ્મ દિગ્દર્શનમાં ઝંપલાવી રહ્યો છે. કથિત રીતે તે હજુ સુધી ફિલ્મની સ્ક્રિપ્ટથી સંતુષ્ટ નથી. તેણે સ્ક્રિપ્ટમાં અનેક ફેરફારો સૂચવ્યા છે. તેના કારણે હવે સમગ્ર શિડયૂલ જ વધુ એક વાર પાછળ ધકેલાઈ ગયું છે.

અગાઉ આ ફિલ્મની જાહેરાત થઈ ત્યારે મીના કુમારીના પતિ સ્વ. કમાલ અમરોહીની પરિવારે શરુઆતમાં વાંધો ઉઠાવ્યો હતો. જોકે, બાદમાં તેમણે પોતાનો વાંધો પાછો ખેંચ્યો હતો. પરંતુ, આ વિવાદમાં ફિલ્મ વધુ ઠેલાઈ ગઈ હતી.

કૃતિ સેનન લાંબા સમયથી મીના કુમારીનું પાત્ર ભજવવા માટે તૈયારીઓ કરી રહી છે. તેણે મીના કુમારીની મોટાભાગની ફિલ્મો પણ જોઈ નાખી છે.

 

 

Exit mobile version