Tech layoffs: ટોચની 34થી વધુ ટેક કંપનીઓમાં 7 મહિનામાં 1.24 લાખ લોકોની છટણી

New Delhi,તા.06

ટેક ઉદ્યોગમાં લેઓફમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. જુલાઈ મહિનામાં ૩૪ કંપનીઓમાં આઠ હજારથી વધુ વ્યાવસાયિકોએ તેમની નોકરી ગુમાવી છે. ઈન્ટેલે આગામી વર્ષ માટે દસ અબજ ડોલરની બચતના અભિયાનના હિસ્સા તરીકે પંદર હજાર કર્મચારીઓની છટણી કરી છે જે તેના સ્ટાફનો પંદર ટકા હિસ્સો છે. માયક્રોસોફ્ટ પણ આ વર્ષે મોટી સંખ્યામાં લેઓફ કરીને તેના કર્મચારીઓને સ્વૈચ્છિક  નિવૃત્તિની ઓફર કરશે.

માયક્રોસોફ્ટે તેના મિક્ષ્ડ રિયાલિટી અને એઝ્યોરમૂનશોટ્સ વિભાગોમાંથી હજારથી વધુ કર્મચારીઓને કાઢી મુક્યા છે. ઈન્ટુઈટ ઈન્કે 1800થી વધુ નોકરીઓ દૂર કરવાની યોજના જાહેર કરી છે જે તેના સ્ટાફનો 10 ટકા હિસ્સો છે. બ્રિટિશ એપ્લાયન્સ ઉત્પાદક ડાયસને યુકેમાં આશરે હજાર નોકરીઓ પર કાપ મુકવાની યોજના બનાવી છે જેનાથી તેના સ્થાનિક કાર્યસ્થળ ખાતે 25 ટકાથી વધુ કર્મચારીઓને અસર કરશે. અમેરિકી સરકારે પોતાના સોફ્ટવેર પર પ્રતિબંધ મુકતા કેસ્પરસ્કાયએ અમેરિકામાં પોતાની પ્રવૃત્તિ બંધ કરવાની અને ડઝનથી વધુ કર્મચારીઓ પડતા મુકવાની જાહેરાત કરી છે.

બેંગલુરુ સ્ટાર્ટઅપ રેશામંડીએ સીરીઝ બી ભંડોળ મેળવવામાં નિષ્ફળતા મળતા તેના ૮૦ ટકા કર્મચારીઓની છટણી કરી દીધી છે. એવી જ રીતે ભારતના બ્લોગીંગ મંચ કૂએ ડેઈલીહન્ટ સાથે સંપાદનની વાટાઘાટો નિષ્ફળ જતા નોકરીઓ માટે પોતાના દરવાજા બંધ કરી દીધા છે. અનએકેડમીએ પુનર્ઘટન કરીને 250 નોકરીઓ પર કાપ મુક્યો છે.

વેકૂલએ પોતાના સ્ટાફમાં બસો કર્મચારીઓનો  ઘટાડો કરી નાખ્યો છે જ્યારે પોકેટ એફમએ તેના એફએમ શો માટે બસોથી વધુ લેખકોને કાઢી મુક્યા છે. સોનીની માલિકીની બન્જીએ વધતા ખર્ચ અને આર્થિક દબાણને કારણે તેના સ્ટાફમાં ૨૨૦નો કાપ મુક્યો છે. હમ્બલ ગેમ્સએ તેનો ખરીદદાર ન મળતા તેના સમગ્ર 36 કર્મચારીઓની ટીમને પડતી મુકી છે. ટેક ઉદ્યોગમાં ચાલુ વર્ષમાં અત્યાર સુધી વિશ્વભરની 384 કંપનીઓના કુલ 1,24,517 કર્મચારીઓને પડતા મુકવામાં આવ્યા છે.

Leave a Comment