Site icon Shri Nutan Saurashtra

Karnataka માં શિક્ષકની બેદરકારી બાળકના મોતનું કારણ બની, રજા ન આપતા વિધાર્થીનું મોત

Karnataka,તા.19

કર્ણાટકના રાજરાજેશ્વરીથી ભાજપના ધારાસભ્ય મુનીરત્ના સામે દુષ્કર્મનો ફરિયાદ નોંધાઈ છે. પોલીસના જણાવ્યાનુસાર, આ ઘટના એક રિસોર્ટમાં બની હતી. ધારાસભ્ય સહિત સામે લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. નોંધનીય છે કે, ભાજપના ધારાસભ્ય મુનીરત્ના પહેલાથી જ ન્યાયિક કસ્ટડીમાં છે. તેના પર કોન્ટ્રાક્ટરને ધમકાવવા, દુર્વ્યવહાર અને મારપીટ કરવાનો આરોપ છે. પોલીસે 14મી સપ્ટેમ્બરે તેની ધરપકડ કરી હતી. કોર્ટે ભાજપના ધારાસભ્યને 30મી સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે.

મુનીરત્ના પર દલિત કોન્ટ્રાક્ટરને ધમકાવવાનો આરોપ

ભાજપના ધારાસભ્ય મુનીરત્ના પર દલિત કોન્ટ્રાક્ટરને ધમકાવવા, જાનથી મારી નાખવાની ધમકી આપવા, જાતિ સંબંધિત શબ્દોનો ઉપયોગ કરવાનો અને લાંચ માંગવાનો આરોપ છે. કોન્ટ્રાક્ટરે 13મી સપ્ટેમ્બરે મુનીરત્ના સામે બે કેસ દાખલ નોંધાયા હતા. પોલીસે તેની કોલાર જિલ્લામાંથી ધરપકડ કરી હતી. પોલીસ સ્ટેશનમાં આપેલા રિપોર્ટમાં કોન્ટ્રાક્ટરે જણાવ્યું હતું કે, ‘ધારાસભ્યએ મારી પાસેથી 30 લાખ રૂપિયાની લાંચ માંગી હતી અને જો લાંચ નહીં આપે તો કામ બંધ કરી દેવાની ધમકી આપી હતી. આટલું જ નહીં, ધારાસભ્યએ મને માર માર્યો અને ગાળો પણ આપી.’

આ ઘટના સામે આવ્યા બાદ ભાજપના ધારાસભ્ય મુનીરત્નાએ એક વીડિયો જાહેર કરીને કહ્યું કે, ‘છેલ્લા 15 વર્ષમાં મારા પર આવો આરોપ કોઈએ લગાવ્યો નથી. લોકસભા ચૂંટણીના પરિણામો બાદ મારી સામે ષડયંત્ર રચવામાં આવ્યું છે.’

જાણો મુનીરત્ના કોણ છે?

58 વર્ષીય મુનીરત્ના ફિલ્મ પ્રોડ્યુસર અને કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા હતા. તેઓ પ્રથમ વખત ઉત્તર બેંગલુરુથી કાઉન્સિલર બન્યા, ત્યારબાદ 2013માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા. ત્યારબાદ વર્ષ 2018માં પણ તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. અગાઉ તેઓ કોંગ્રેસમાં હતા, પરંતુ 2019માં ભાજપમાં જોડાયા હતા. 2023માં ફરી ભાજપમાંથી ધારાસભ્ય બન્યા.

Exit mobile version