Yash’s Toxic માં ત્રીજી હિરોઈન તરીકે તારા સુતરિયાની પસંદગી

 નયનતારા યશની બહેનની ભૂમિકામાં હશે

 ફિલ્મમાં કિયારા અડવાણી  યશની પ્રેયસીના રોલમાં, હુમા કુરેશીનો નેગેટિવ રોલ

Mumbai તા.24

યશની ‘ટોક્સિક’માં તારા સુતરિયાને પણ કાસ્ટ કરવામાં આવી છે. તારા આ સાઉથના પ્રોજેક્ટમાં કાસ્ટ થયેલી બોલીવૂડની ત્રીજી અભિનેત્રી બની છે. આ ફિલ્મ માટે અગાઉ કિયારા અડવાણી તથા હુમા કુરેશી કાસ્ટ થઈ ચૂક્યાં છે. કિયારા યશની પ્રેયસીની ભૂમિકામાં જ્યારે હુમા કુરેશી નેગેટિવ ભૂમિકામાં હશે. આ ઉપરાંત સાઉથની જાણીતી હિરોઈન નયનતારા યશની બહેનની ભૂમિકામાં છે.

આ ફિલ્મ ૧૯૫૦ થી ૭૦ના દાયકા સુધી રાજ કરનારા ડ્રગ માફિયા પર આધરિત છે. યશ આ ફિલ્મમાં એક સ્ટાઇલિશ ગેન્ગસ્ટરની ભૂમિકા ભજવશે.

આ ફિલ્મનું શૂટિંગ ૨૦૦ દિવસથી વધુ દિવસોમાં આટોપી લેવાની યોજના છે. આ ફિલ્મનું શૂટિંગ જૂન મહિનાથી શરૂ થઇ ગયું છે અને આ વરસના અંત સુધી ચાલે તેવી પૂરી શક્યતા છે. ફિલ્મને આગામી વર્ષે રીલિઝ કરાશે.

Leave a Comment