Site icon Shri Nutan Saurashtra

Hira Mandi ના તાજદાર તાહા શાહને એકસાથે ત્રણ ફિલ્મ મળી

રમેશ સિપ્પી પ્રોડક્શન દ્વારા કરારબદ્ધ

ફિલ્મનું દિગ્દર્શન રોહન સિપ્પી કરશે, અન્ય કલાકારો કે સ્ટોરી વિશે કોઈ જાહેરાત નહીં

Mumbai,તા.13

સંજય લીલા ભણશાળીની ‘હીરામંડી’ વેબ સીરિઝમાં તાજદારના રોલમાં સૌનું ધ્યાન ખેંચનારા કલાકાર તાહા શાહ બદુશાને એકસાથે ત્રણ ફિલ્મનો કોન્ટ્રાક્ટ મળ્યો છે.

રમેશ સિપ્પી પ્રોડક્શને તેને ત્રણ ફિલ્મો માટે સાઈન કર્યો છે. આ ફિલ્મોનું દિગ્દર્શન રોહન સિપ્પી કરે તેવી સંભાવના છે. રોહન સિપ્પીએ અગાઉ ‘બ્લફ માસ્ટર’, ‘દમ મારો દમ’ તથા ‘નૌટંકી સાલા’ સહિતની ફિલ્મો બનાવી છે.

આ ફિલ્મોન સ્ટોરી લાઈન કે બાકી કલાકારો વિશે હજુ કોઈ જાહેરાત થઈ નથી. ‘હીરામંડી’માં તાહા શાહને રોમાન્ટિક ભૂમિકા મળી હતી પરંતુ તે તેવી જ ભૂમિકા  આ ફિલ્મોમાં કરવાનો છે કે પછી કોઈ અન્ય ભૂમિકા મળે છે તે અંગે  જાહેરાતની રાહ જોવાય છે.

દરમિયાન, તાહા શાહે પોતાને રમેશ સિપ્પી પ્રોડક્શન જેવાં બેનર હેઠળ કામ કરવાની તક મળી રહી છે તે પોતાના માટે સન્માનજનક હોવાનું જણાવ્યું હતું.

Exit mobile version