Site icon Shri Nutan Saurashtra

દિલ્હી-NCRમાં જોરદાર Earthquake, ઉત્તર પ્રદેશથી લઈને કાશ્મીર સુધી ધરતી ધ્રૂજતાં લોકો ભયભીત

Delhi,તા,11 

આજે દિલ્હી-NCRમાં જોરદાર ભૂકંપ આવ્યો છે. યુપીથી કાશ્મીર સુધી ધરતી ધ્રૂજી રહી છે. ભૂકંપના આ આંચકા હરિયાણા, પંજાબથી લઈને પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સુધી અનુભવાયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાનમાં હતું. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.8 નોંધાઈ હતી. જો કે, હાલમાં આ ભૂકંપના કારણે કોઈ નુકસાન થયું હોવાના સમાચાર નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલૉજીએ આ માહિતી આપી હતી.

ઉત્તર ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા

મળતી માહિતી પ્રમાણે બુધવારે બપોરે ઉત્તર ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પાકિસ્તાનના પેશાવર, ઈસ્લામાબાદ અને લાહોરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. તો અહીં ભારતમાં, દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, જમ્મુ અને કાશ્મીરમાં ધરતી ધ્રૂજતાં લોકો ભયભીત થઈ ગયા હતા.

ભૂકંપનું કેન્દ્ર અમૃતસરથી 415 કિમી પશ્ચિમ પાકિસ્તાનમાં

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલૉજીના જણાવ્યા પ્રમાણે આ ભૂકંપ પાકિસ્તાનમાં આજે બપોરે 12.58 વાગ્યે આવ્યો હતો. અને તેના આંચકા ભારત અને અફઘાનિસ્તાનમાં અનુભવાયા હતા. આ ભૂકંપનું કેન્દ્ર પંજાબમાં અમૃતસરથી 415 કિલોમીટર દૂર પશ્ચિમમાં પાકિસ્તાનમાં હતું.

દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં બે અઠવાડિયામાં બીજી વખત હળવા આંચકા અનુભવાયા હતા. આ પહેલા 29 ઑગસ્ટે અફઘાનિસ્તાનમાં 5.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

Exit mobile version