Site icon Shri Nutan Saurashtra

‘અહીં થૂંક ચોપડેલી રોટલી અને હાપુડનો રસ નહીં પીરસાય’ : Chief Minister Yogi

આ પ્રસંગે, સીએમ યોગીએ ગ્રીનવુડ એપાર્ટમેન્ટ રેસિડેન્શિયલ સ્કીમના લાભાર્થીઓને પ્રમાણપત્રો પણ આપ્યા હતા

Gorakhpur, તા.૨૧

ગોરખપુરના રામગઢતાલમાં સીએમ યોગીએ ફ્લોટિંગ રેસ્ટોરન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન તેમણે એક વાયરલ વીડિયોના સંદર્ભમાં કટાક્ષ કરતા કહ્યું હતું કે આ રેસ્ટોરન્ટમાં આવનાર લોકોને થૂંકે ચોપડેલી રોટલી અને હાપુડનો જ્યુસ નહીં પીરસાય. આ પ્રસંગે, સીએમ યોગીએ ગ્રીનવુડ એપાર્ટમેન્ટ રેસિડેન્શિયલ સ્કીમના લાભાર્થીઓને પ્રમાણપત્રો પણ આપ્યા હતા.  ગોરખપુરના લોકોને અભિનંદન આપતા સીએમ યોગીએ જણાવ્યું હતું કે, ૧૫-૨૦ વર્ષ પહેલા લોકોના મનમાં ગોરખપુરના નામથી જ ખોફ વ્યાપી જતો હતો. સાત વર્ષ પહેલા પણ તે વિકાસથી દૂર હતું. તમે જ્યાં બેઠા છો ત્યાં આવવું એ લોકો માટે માત્ર એક સ્વપ્ન સમાન હતું. કોઈ અહીં એકલું આવી શકતું ન હતું. રામગઢતાલ ગંદકી અને ગુનાખોરીનો અડ્ડો બનેલું હતું. ગોરખપુરમાં ખાતર બંધ હતું, મેડિકલ કોલેજ પોતે જ માંદી હતી, દિવસભર ટ્રાફિક જામથી લોકોને હાલાકી ભોગવવી પડી હતી. આજે અહીં ફોર લેન અને સિક્સ લેન રસ્તાઓ બની ગયા છે.  બીજેપી સરકાર દ્વારા કરવામાં આવેલા કામો ગણાવતાં સીએમ યોગીએ કહ્યું હતું કે, આજે ગોરખપુર એરપોર્ટ સૌથી વ્યસ્ત એરપોર્ટમાનો એક છે. અહીં ખાતરની ફેક્ટરી પણ ધમધમી રહી છે. હવે મેડિકલ કોલેજમાં સુધારો થયો છે અને તેને નો પણ લાભ મળી રહ્યો છે. પહેલા ક્રુઝ આવ્યું અને હવે અમે ફ્લોટિંગ રેસ્ટોરન્ટની સુવિધા આપી રહ્યા છીએ. આ દરમિયાન સીએમ યોગીએ મંચ પર હાજર સાંસદ રવિકિશનને પણ આડે હાથ લીધા હતા. તેમણે કહ્યું, રવિકિશન ભાનમાં આવી ગયા છે અને તેઓ હવે અહીં ગોરખપુરના લોકોને જમાડશે. અગાઉ સુવિધા નથી તેવી બહાનેબાજી કરાતી હતી. થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોની યાદ અપાવતા સીએમ યોગીએ કહ્યું હતું કે અહીં કમ સે કમ હાપુડનો જ્યુસ તો નહીં જ મળે અને થૂંક ચોપડેલી રોટલી પણ નહી પીરસવામાં આવે. અહીં જે પણ ઉપલબ્ધ હશે તે શુદ્ધ હશે. ફાઈવ સ્ટાર હોટલોમાં જે સુવિધાઓ મળે છે તેવી સુવિધાઓ હવે અહીં ઉપલબ્ધ થશે.

 

Exit mobile version