Site icon Shri Nutan Saurashtra

Ahaan Shetty અને તાન્યા શ્રોફ વચ્ચે પેચ અપની અટકળો

બંને ફરી સાથે ડીનર ડેટ પર જોવા મળ્યાં

લાંબા સમય સુધી ડેટિંગ બાદ થોડા મહિના પહેલાં અહાન અને તાન્યાનું બ્રેક અપ થઈ ગયું હતું

Mumbai,તા.30

અહાન શેટ્ટી અને તાન્યા શ્રોફ વચ્ચે ફરી પેચ અપ થઈ ગયું હોવાની અટકળો છે. લાંબા સમય બાદ બંને ડીનર ડેટ પર સાથે દેખાયાં હતાં. સુનિલ શેટ્ટીનો પુત્ર અહાન અને તાન્યા લાંબા સમયથી રિલેશનશિપમાં હતાં. જોકે, થોડા મહિના પહેલાં એવા સમાચાર આવ્યા હતા કે બંનેનું બ્રેક અપ થઈ ગયું છે.

હવે તેઓ ફરી મુંબઈમાં ડીનર ડેટ પર સાથે જોવા મળ્યાં હતાં. પાપારાઝી ફોટોગ્રાફર્સએ તેમને એક રેસ્ટોરાં બહાર કેમેરામાં કેદ કર્યાં હતાં.

અહાન શેટ્ટી ફિલ્મોમાં ફલોપ ગયો છે. પિતાએ તેની કારકિર્દીની ગાડી પાટે ચઢાવવા અનેક પ્રયાસો કર્યા હોવા છતાં પણ તેને કોઈ સારા પ્રોજેક્ટ મળતા નથી.

Exit mobile version