Site icon Shri Nutan Saurashtra

South Star Chiranjeevi નું નામ ગિનિસ બુકમાં નોંધાયું

સાઉથ સ્ટાર ચિરંજીવીએ ૪૫ વર્ષની કારકિર્દીમાં ૧૫૬ ફિલ્મો, ૫૩૭ ગીતો, ૨૪,૦૦૦ થી વધુ ડાન્સ મૂવ્સ કર્યા

Mumbai, તા.૨૫

સાઉથ સ્ટાર ચિરંજીવીએ એક મોટી ઉપલબ્ધિ પોતાને નામ કરી છે. તેનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંઘાયું છે. તેમણે પોતાના ૪૫ વર્ષના કરિયરમાં ૧૫૬ ફિલ્મો કરી હતી. જેમાં ૫૩૭ ગીતમાં ૨૪,૦૦૦થી વધુ ડાન્સ મૂવ્સ કર્યા છે. સાઉથના સુપરસ્ટાર ચિંરંજીવી કોનિડેલાએ પાતાના ચાહકોને એક ગુડ ન્યુઝ આપ્યા છે. તેનું નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે. તેમણે ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી સફર સ્ટારના એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે.  ગિનીસ વર્લ્ડ રેકોર્ડના પ્રતિનિધિએ તેમણે આ સન્માન આપ્યું છે.તેની સાથે બોલિવુડ સ્ટાર આમિર ખાન પણ સ્ટેજ હતો. તેમણે ૪૫ વર્ષના કરિયરમાં ૧૫૬ ફિલ્મોમાં ૫૩૭ ગીતમાં ૨૪,૦૦૦થી વધુ ડાન્સ મૂવ્સ કર્યા છે.ચિંરજીવીને મળેલા ગિનીસ વર્લ્ડ રેકોર્ડના સર્ટિફિકેટ પર લખ્યું છે. ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી સફળ અભિનેતા, ડાન્સર અને મેગા સ્ટાર આ સન્માન પર અભિનેતાએ પ્રતિક્રિયા આપતા કહ્યું તેમને ગિનીસ વર્લ્ડ રેકોર્ડની ક્યારે પણ આશા ન હતી.પવન કલ્યાણના ભાઈ અને ચાહકો વચ્ચે મેગાસ્ટારના નામથી મશહુર ચિરંજીવી ચાહકો વચ્ચે ખુબ લોકપ્રિય છે.પવન કલ્યાણે કહ્યું કે, “મુશ્કેલીભર્યા સંજોગો વચ્ચે આ સમાચાર ખૂબ જ મધુર અને સુખદ છે. મેં તેને અભિનંદન આપ્યા. રેકોર્ડ બહુ મોટી વાત છે,ચિંરજીવીનો ભાઈ પણ સાઉથનો મોટો સ્ટાર છે. તેમને પાવર સ્ટાર નામથી બોલાવવામાં આવે છે. ચાહકોને તેમની ફિલ્મો ખુબ ગમે છે. તે રાજનીતિમાં પણ સક્રિય છે. તે હાલમાં આંઘ્ર પ્રદેશના ઉપમુખ્યમંત્રી પણ છે.

Exit mobile version