Nitish Kumar જેવો જ અવાજ, લોકો હસતાં-હસતાં લોટપોટ થયાં, સોશિયલ મીડિયા પર VIDEO વાયરલ

Bihar,તા.04

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનો અવાજ એવો છે કે, દરેક લોકો તેમની મિમિક્રી કરવાનું ઈચ્છે છે. આવો જ પ્રયાસ કરતાં એક શિક્ષકનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. તે વર્ગમાં પોતાના સાથી શિક્ષકોને નીતિશ કુમારના અંદાજમાં સંબોધિત કરતા જોવા મળે છે.

ભલભલાં માત ખાઈ જાય તેવો અવાજ

મજાની વાત તો એ છે કે, શિક્ષકનો અવાજ એકદમ નીતિશ કુમાર જેવો જ છે. જો વીડિયોને જોવાની બદલે ફક્ત સાંભળવામાં આવે, તો નીતિશ કુમાર અને તે શિક્ષકના અવાજમાં મુશ્કેલીથી અંતર શોધી શકાશે. શિક્ષકનો અવાજ એ હદ સુધી બિહારના મુખ્યમંત્રી સાથે મળતો આવે છે કે, ફક્ત ઓડિયો ક્લિપથી ભલભલાં માત ખાઈ શકે છે.

વીડિયો થયો વાયરલ

સોશિયલ મીડિયા પર બિહારના આ શિક્ષકનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. એક્સ પર વોઇસ ઑફ ટીચરના નામે એક યુઝરે આ વીડિયો પોસ્ટ કર્યો છે. સાથે જ લખ્યું કે, ‘ગજબની મિમિક્રી, મુખ્યમંત્રી નીતિશ કુમારને પણ એકવાર સંભળાવજો.’

શિક્ષકો મોજમાં આવી ગયાં

વીડિયોમાં શિક્ષક નીતિશ કુમારના અંદાજ અને તેમના અવાજમાં વાત કરતા જોવા મળે છે. શિક્ષક નીતિશ કુમારના અવાજમાં કહે છે કે, ‘આજે તમે શિક્ષક બંધુ અહીં ઉપસ્થિત થયાં, એ જાણીને ખુશી થઈ. તેનાથી પણ મોટી ખુશીની વાત છે કે, અત્યાર સુધી જે આપણે વહેંચાયેલા હતાં. આજે અમે ફરીથી એકત્રિત થયાં છીએ. એટલું કહેતા જ શિક્ષકે કહ્યું- ‘ઈ સબ પહલે હોતા થા, બતાઇયે તો…’ આટલું બોલતાની સાથે જ બાકીના શિક્ષકો ખડખડાટ હસવા લાગ્યાં.

Leave a Comment