Shapar Veraval મેટાગ્રાફ કંપનીમાંથી ત્રણ લાખની ચોરી કરનાર ત્રિપુટી ઝડપાઈ

બંધ શેડમાંથી અલગ અલગ 59 ડાય અને પાર્ટસ તસ્કરો તફડાવી ગયા ,સીસીટીવી ફૂટેજ ના આધારે

Rajkot,તા.05
રાજકોટ ગોંડલ ધોરી માર્ગ પર આવેલા શાપર વેરાવળ નજીક પારડી શીતળા માતાજી મંદિર નજીક કિસાન ગેટ માં આવેલી જીઈબીની ઓફિસ સામે મેટાગ્રાફ પ્રાઇવેટ લિમિટેડ કારખાનાના બંધ શેડમાંથી રૂપિયા ત્રણ લાખની કિંમતના 59 લોખંડની અલગ અલગ ડાય ચોરી અંગેની શાપર વેરાવળ પોલીસ મથકમાં કંપનીના કર્મચારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ત્રણ શખ્સોને ઉઠાવી લીધા છે.. વધુ વિગત મુજબ લોધીકા તાલુકાના પાલડી ગામે કિસાન ગીતની અંદર આવેલ ક્રિષ્ના મહેતા પ્રાઇવેટ લિમિટેડ નામના કારખાનાના બંધ શેડમાંથી રૂપિયા ત્રણ લાખની કિંમત તેના 59 અલગ અલગ ડાય અને પાર્ટ્સ ની ચોરી કરી ગયા અંગેની મૂળ ધોરાજી વતની અને હાલ રાજકોટ પંચાયત ચોક કૈલાશ પાર્ક શેરી નંબર 8મા રહેતા અર્જુન દિનેશભાઈ જાગાણી નામના કર્મચારીએ શાપર વેરાવળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવે છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ક્રિષ્ના મેટા ગ્રાફ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા જરૂરીયાત મુજમ શેડનો ઉપયોગ કરીએ છીએ નહીતર બંધ હોય જે યુનીટમાં જતા અમોને જોવા મળેલ કે અમારા યુનીટમાં ફોજીંગ પ્લાન્ટના મેઇન યુનીટનાસી.સી.ટી.વી કેમેરા ચેક કરતા તેમા તા-૩૦/૦૯/૨૦૨૪ ના રાત્રૌના આશેર દોઠેક વાગ્યાથી સાડા ચાર વાગ્યા દરમ્યાન કોઈ અજાણ્યા ઈસમો અમારા આ બંધ પડેલ યુનીટમાંથી આવતા જતા જોવામાં આવતા હોય અને આ બનાવની જાણ મે અમારા શેઠ સંજયભાઇને પણ ફોન થી જાણા કરેલ તો અમારા શેઠે મને જણાવેલ કે કેટલી કેટલી વસ્તુની ચોરી થયેલ છે તે તમો જોઇ લો બાદ આપણે આગળની કાર્યવાહી કરી છું.આ યુનીટમા ચેક કરી જોતા અમારા આ યુનીટમાં થી લોખંડની અલગ અથગ ડાઇ તથા પારે કુલ નંગ-૫૯ જેની કિંમત રૂપીયા આશરે ૩,૦૦,૦૦૦/-માલ સામાન કોઈ અજાણ્યા ચોર ઇસમો અમારા બંધ યુનીટમા પ્રવેશ કરી ચોરીકરી થઈ ગયેલનું જણાતા અમાસ શેઠ સંજયભાઈ સાથે ચર્ચા કરી તેઓએ અમોને પોલીસ ફરીયાદ કરવાનુ જણાવતા પોલીસ ફરીયાદ લખાવવા આવેલ છુ. પોલીસે ગુનો નોંધી પીએસઆઇ જી.બી.જાડેજા સહિતના સ્ટાફ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે નસીીત ગુલામ નામના  તસ્કર સહિત ત્રણ શખ્સને.ઝડપી લઇ  મુદ્દામાલ કબજે કરવા તેમજ તેની સાથે અન્ય કોઈ સંડોવાયેલો છે કે કેમ તે અંગે વિશેષ તપાસ હાથ ધરવામાં આવે છે.

Leave a Comment