Site icon Shri Nutan Saurashtra

Vikrant Massey સાથે શનાયા ડેબ્યુ કરશે

શનાયા કપૂર પણ હવે તેના અન્ય ભાઈ-બહેનોની જેમ બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે

Mumbai, તા.૯

શનાયા કપૂર પણ હવે તેના અન્ય ભાઈ-બહેનોની જેમ બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. સંજય કપૂર અને મહીપ કપૂરની દિકરી શનાયા વિક્રાંત મેસ્સી સાથે ‘આંખો કી ગુસ્તાખિયાં’ ફિલ્મ સાથે બોલિવૂડમાં એન્ટ્રી કરશે.આ અંગેના કેટલાંક અહેવાલો આવતાં થયાં છે, જે મુજબ શનાયા આ ફિલ્મમાં એક થિએટર એક્ટ્રેસના રોલમાં જોવા મળશે. જ્યારે વિક્રાંત એક પ્રજ્ઞાચક્ષુ સંગીતકારના રોલમાં જોવા મળશે. તેમની બંને વચ્ચેની આ એક લવ સ્ટોરી છે. એવું માનવામાં આવે છે કે રસ્કિન બોન્ડની સ્ટોરી ‘ધ આઈઝ હેવ ઇટ’ પરથી આ ફિલ્મ બની છે. જેમાં કરૂણા, આઝાદી અને મહત્વકાંક્ષાઓ જેવી લાગણીઓ એક સંગીતપ્રધાન વાર્તામાં સુંદરતાથી વણી લેવામાં આવશે. જેમાં કેટલાંક સરપ્રાઇઝિંગ ટિ્‌વસ્ટ્‌સ પણ હશે.આ ફિલ્મ નિરંજન આયંગર અને માનસી બગલા દ્વારા લખવામાં આવી છે, શરૂઆતમાં નિરંજન આયંગર આ ફિલ્મ ડિરેક્ટ કરવાના હોવાના અહેવાલો હતો. પરંતુ ઇમોશનલ વાર્તાઓ ડિરેક્ટ કરવામાં જેની માસ્ટરી છે એવા સંતોષ સિંઘ હવે આ ફિલ્મ ડિરેક્ટ કરવાના છે. જે પહેલાં ‘બ્રોકન બટ બ્યુટીફૂલ’ અને ‘અપહરણ’ જેવી ફિલ્મો ડિરેક્ટ કરી ચૂક્યા છે. આ ફિલ્મના પ્રોડ્યુસર માનસી અને વરુણ બગલા આ પહેલાં વિક્રાંત મેસ્સી સાથે ઓટીટી શો ‘ફોરેન્સિક’ની રીમેક પર કામ કરી ચૂક્યા છે.શનાયાને આ ફિલ્મ માટે કાસ્ટ કરવામાં આવી એ પહેલાં આ રોલ માટે તારા સુતરીયા, અલાયા એફ અને પ્રતિભા રાંટા જેવા નામો પર ચર્ચા થઈ હતી. પહેલાં તે ‘બેધડક’થી ડેબ્યુ કરવાની હતી, પરંતુ તે ફિલ્મ અભેરાઈએ ચડી ગઈ. ત્યાર બાદ તે ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’થી ડેબ્યુ કરે તેવી ચર્ચા હતી, પરંતુ તેનું કામ હજુ ચાલે છે. તેથી અંતે આ ફિલ્મમાં શનાયાની પસંદગી થઈ. ધીરજપૂર્વક રાહ જોયા બાદ હવે સ્ટારકિડ શનાયાને પહેલી સફળતા મળી છે. ઘણા સમયથી તેના ડેબ્યુની રાહ જોવાતી હતી. શનાયા આ પહેલાં તેલુગુ-મલયાલમ ફિલ્મ ‘વૃષભા’માં મોહનલાલ સાથે કામ કરી ચૂકી છે, જે ૨૦૨૪ની શરૂઆતમાં રિલીઝ થશે. આવતા મહિનાથી ‘અખિયોં સે ગોલી મારે’ ફિલ્મનું મસૂરી ખાતે શૂટ શરૂ થશે.

Exit mobile version