Site icon Shri Nutan Saurashtra

આંખોની સારવાર માટે USA જશે Shah Rukh Khan, મુંબઈમાં જોઈએ એવી સારવાર ના મળી

Mumbai,તા.30

બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનના ફેન્સ માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. હજુ થોડા દિવસ પહેલાં અભિનેતાને હીટ સ્ટ્રોકના કારણે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હવે તેની આંખોમાં થોડીક તકલીફ થઈ છે. જેના કારણે તેમને સારવાર માટે યુએસએ જવું પડશે. જો કે અભિનેતાએ આ પહેલા મુંબઈમાં આંખની સારવાર કરાવી હતી, પરંતુ અહીં સારવારમાં મુશ્કેલી થતી હોવાથી અભિનેતાને તાત્કાલિક યુએસએ લઈ જવામાં આવશે.

શાહરુખને મુંબઈમાં જોઈએ તેવી સારવાર ન મળી 

રિપોર્ટ પ્રમાણે શાહરૂખ ખાન હાલમાં તેની આંખોની સારવાર કરાવી રહ્યો છે. શાહરૂખ ખાન સારવાર માટે મુંબઈની હૉસ્પિટલમાં ગયો હતો, પરંતુ અહીં તેમના પ્લાન મુજબ સારવાર ના થઈ શકી. શાહરૂખ 29 જૂને હૉસ્પિટલમાં ગયો હતો, જ્યાં તેમની યોગ્ય રીતે સારવાર ન થતાં તેમને યુએસએ લઈ જવામાં આવી રહ્યો છે.

સારવાર માટે આજે રવાના થશે USA

રિપોર્ટ અનુસાર હવે શાહરૂખને આંખોની સમસ્યા ઊભી થઈ છે. જેના માટે તે યુએસએ જઈ રહ્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે સુપરસ્ટાર આજે એટલે કે મંગળવાર 30 જુલાઈએ યુએસએ જવા રવાના થઈ શકે છે.

Exit mobile version