Site icon Shri Nutan Saurashtra

Rajkot મા જુગાર રમતા સાત શકુની ઝબ્બે

પોલીસે 19,700નો મુદામાલ કબ્જે કરી નોંધ્યો ગુનો

Rajkot,તા.૧૩
શહેરમાં શ્રાવણીયા જુગારના પટ મંડાયા છે ત્યારે પોલીસે પણ જુગારીઓ પર સપાટો બોલાવ્યો છે. રોજ બરોજ જુગારીઓને પાંજરે પુરવા પોલીસ કાર્યવાહી કરે છે ત્યારે આજી નદીના કાંઠે થી વધુ સાત આરોપીઓને પતાં ટીચતા ઝડપી પાડ્યા છે.
      શહેરમા જુગારની બદી ડામી દેવા  શહેર પોલીસ કમિશનર બ્રજેશ ઝાની  સૂચનાને પગલે થોરાળા પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે આજીનદીના કાંઠે જુગાર રમાતો હોવાની મળેલી  બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડયો હતો.ત્યારે જુગાર રમતા મુકેશ અમરશીભાઈ ગોરસવા, અશોક ગોરધનભાઈ ઉઘરેજીયા, મયુર જગમાલભાઇ સેફાતરા, નિલેશ મનસુખભાઇ સોલંકી, આશિષ ઉર્ફે રાહુલ ચુનીભાઇ સોલંકી, જીતેશ ચુનીભાઇ સોલંકી અને પ્રફુલ કિશનભાઇ સોલંકી( રહે બધા ખોડિયાર પરા) વાળાની ધરપકડ કરી હતી.જુગારના પટ માંથી રોકડ રૂ. 19,700 નો મુદામાલ કબજે કર્યો હતો.કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Exit mobile version