Site icon Shri Nutan Saurashtra

દીકરી માટે ક્યારેય નથી પૂછતો….’ Team India ના સ્ટાર બોલર પર પત્નીએ ગંભીર આરોપ

Mumbai,તા.04

તાજેતરમાં ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઝડપી બોલર મોહમ્મદ શમી લાંબા સમય બાદ તેની પુત્રીને મળ્યો હતો. તેણે આ મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. વીડિયોમાં શમી તેની પુત્રી સાથે શોપિંગ કરતો જોવા મળી રહ્યો હતો.

સમય થંભી ગયો 

આ વીડિયો પોસ્ટ પર શમીએ લખ્યું હતું કે, ‘જ્યારે મેં તેને લાંબા સમય પછી ફરીથી જોયી ત્યારે મારા માટે સમય થંભી ગયો હતો, હું તને શબ્દો કરતા પણ વધારે પ્રેમ કરું છું, બેબો.’ શમીની આ પોસ્ટને ચાહકોએ ખૂબ પસંદ કરી છે. જો કે હવે તેની પત્ની હસીન જહાં જે હવે તેનાથી અલગ રહે છે. તેણે શમી પર ગંભીર આરોપ લગાવ્યા છે.

આ માત્ર દેખાડો છે

હસીન જહાંએ જણાવ્યું હતું કે, ‘આ માત્ર દેખાડો જ છે. મારી પુત્રીના પાસપોર્ટની મુદત પૂરી થઈ ગઈ છે. નવા પાસપોર્ટ માટે શમીની સહીની જરૂરી છે. તેથી તે તેના પિતાને મળવા ગઈ હતી, પરંતુ શમીએ સહી કરી ન હતી. તે પુત્રીને લઈને શોપિંગ મોલ ગયો હતો. શમી જે કંપની માટે જાહેરાત કરે છે, ત્યાં તે તેણે લઇ ગયો હતો. મારી પુત્રીને ગીટાર અને કેમેરા જોઈતા હતા, પરંતુ તેણે આ વસ્તુઓ ખરીદી નથી.’

તેની પાસે પોસ્ટ કરવા માટે કંઈ જ નથી

શમીને લઈને હસીન જહાંએ વધુમાં કહ્યું હતું કે, ‘શમી ક્યારેય મારી દીકરી વિશે પૂછતો નથી. શમી ફક્ત પોતાનામાં જ વ્યસ્ત રહે છે. શમી તેની સાથે એક મહિના પહેલા પણ મળ્યો હતો, પરંતુ ત્યારે તેણે કોઈ પણ પોસ્ટ કરી ન હતી. મને લાગે છે કે હવે તેની પાસે પોસ્ટ કરવા માટે કંઈ જ નથી. તેથી તેણે આ વીડિયો અપલોડ કર્યો છે.’

બંને વચ્ચે કાયદાકીય રીતે છૂટાછેડા થયા નથી

અહીં તમને જણાવી દઈએ કે, હજી સુધી મોહમ્મદ શમી અને તેની પત્ની હસીન જહાં વચ્ચે કાયદાકીય રીતે છૂટાછેડા થયા નથી. જો કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ બંને અલગ રહે છે. કોર્ટે ચુકાદો આપ્યો હતો કે, શમીએ હસીન જહાંને દર મહિને 1 લાખ 30 હજાર રૂપિયા ચૂકવવા પડશે. તેમાંથી 80 હજાર રૂપિયા હસીન જહાંની દીકરીના ઉછેર માટે હશે. બાકીના 50 હજાર રૂપિયા હસીન જહાંના ભરણપોષણ માટે હશે. વર્ષ 2018થી શમી તેની પત્નીથી અલગ થઈ ગયો હતો.

Exit mobile version