Site icon Shri Nutan Saurashtra

F&O પર Sebiના અંકુશોથી 60 ટકા ટ્રેડીંગ વોલ્યુમને અસર પડશે

Mumbai,તા.04

મૂડી બજાર નિયામક તંત્ર સેબી દ્વારા મંગળવારે ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ (એફ એન્ડ ઓ)માં યુવાનોને ટ્રેડીંગ કરી બરબાદ થતાં અટકાવવા એન્ટ્રી મુશ્કેલ બનાવવા સહિતના લેવાયેલા અંકુશોના પગલાંના પરિણામે એફ એન્ડ ઓના ૬૦ ટકા વેપારો પર અસર થવાનો અંદાજ ઝેરોધાના નીતિન કામથે મૂક્યો છે.

સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કામથે મૂકેલા અનુમાન મુજબ જે લોકો સાપ્તાહિક ટ્રેડીંગ કરે છે, એ માસિક ટ્રેડીંગ તરફ વળશે નહીં. જેથી એફ એન્ડ ઓના ૬૦ ટકા ટ્રેડીંગ પર અસર થશેે. ઝેરોધા દ્વારા તેના પ્રાઈઝિંગ માળખામાં હજુ સુધી કોઈ ફેરફાર જાહેર કરાયા નથી. ૨૦, નવેમ્બરના આ નવા નિયમો-ધોણરણો અમલી બન્યા બાદ બિઝનેસ પર અસરના આધાર પર કંપની બ્રોકરેજ વધારવા સંબંધિત નિર્ણય લેશે.

ઉલ્લેખનીય છે કે, સેબીએ મંગળવારે લીધેલા પ્રમુખ છ પગલાંમાં કોન્ટ્રેક્ટની લઘુતમ સાઈઝ વધારીને રૂ.૧૫ લાખ કરી છે. અને સાપ્તાહિક એક્સપાયરી ધરાવતા કોન્ટ્રેકટસની સંખ્યા મર્યાદિત કરી છે. જેની ટ્રેડીંગ વોલ્યુમ પર અસર અપેક્ષિત છે. અત્યારે ઈન્ડેક્સ એફ એન્ડ ઓ કોન્ટ્રેક્ટની સાઈઝ રૂ.પાંચ લાખથી રૂ.૧૦ લાખ વચ્ચે રહે છે. ૨૦, નવેમ્બર ૨૦૨૪થી કોન્ટ્રેક્ટનું લઘુતમ મૂલ્ય વધીને રૂ.૧૫ લાખથી રૂ.૨૦ લાખ વચ્ચે રહેશે.

જેથી ઈન્ડેક્સ એફ એન્ડ ઓ કોન્ટ્રેક્ટસ માટેની લોટ સાઈઝ વધી જશે અને એના પરિણામે એટલા પ્રમાણમાં માર્જિનની આવશ્યકતા પણ વધી જશે. લોટ સાઈઝમાં વધારાથી લાંબી તારીખના ઓપ્શન્સ ટ્રેડીંગમાં વર્તમાન પોઝિશનને ઓડ લોટ્સમાં પરિણમશે.

અત્યારે એનએસઈ ચાર ઈન્ડેક્સોમાં અને બીએસઈ બે ઈન્ડેક્સોમાં વિકલી એક્સપાયરી ધરાવે છે. નવા નિયમો મુજબ સ્ટોક એક્સચેન્જો કોઈપણ એક વિકલી એક્સપાયરી કોન્ટ્રેકટ જ ઓફર કરી શકશે. જ્યારે માસિક કોન્ટ્રેક્ટમાં કોઈ ફેરફાર કરાયો નથી.

એફએન્ડઓ માં એનએસઈનું વર્ચસ્વ ચાલુ છે અને FY૨૦૨૪માં દર મહિને સરેરાશ ૧૦.૮ બિલિયન ઇક્વિટી ડેરિવેટિવ ટ્રેડ થાય છે. જો કે ગિફ્ટ સિટીમાં ટ્રેેડિંગ વધી રહ્યું છે, તે હજુ પણ એનએસઈ ના વોલ્યુમના એક ટકાથી ઓછું છે અને દર મહિને ત્યાં લગભગ ૨૦ લાખ સોદા થાય છે.

સેબીના આ પગલાંની એનએસઈ  કરતાં બીએસઈ પર ઓછી અસર પડશે કારણ કે એક સપ્તાહમાં સમાપ્ત થતા ઈન્ડેક્સ વિકલ્પોની સંખ્યા પર તેની નિર્ભરતા તુલનાત્મક રીતે ઓછી છે.  ટ્રાન્ઝેક્શન ફીમાંથી એનએસઈની આવક Q1FY૨૫માં રૂ. ૩,૬૨૩ કરોડ હતી, જ્યારે બીએસઈ ના કિસ્સામાં તે રૂ. ૩૬૬ કરોડ હતી. એફએન્ડઓ સેગમેન્ટનો આમાં મોટો હિસ્સો છે અને વધતી પ્રવૃત્તિઓને કારણે તેમાં વધારો થયો છે.

Exit mobile version