નવા રીંગ રોડ અને લક્ષ્મીનગરના નાળા પાસે યુવકના આપઘાતના પ્રયાસ
Rajkot,તા.૨૦
શહેરના જામનગર રોડ પાસે રહેતા યુવકે ગૃહ કંકાશથી કંટાળીને ઝેર પીધું.જ્યારે નાણાવટી ચોક પાસે રહેતા યુવકે લક્ષ્મીનગરના નાળા પાસે અને નવા રીંગ રોડ પાસે યુવકે વાડીમાં ઝેર પીધું.
મળતી માહિતી અનુસાર શહેરના જામનગર રોડ નજીક સ્લમ કવાર્ટરમાં રહેતા રવિભાઈ નાથાભાઈ નારોલા (ઉં.વ.32) નામના યુવકે ગૃહકલેશથી કંટાળીને ઝેરી દવા પી લેતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.યુવક આર.એમ.સી. માં સફાઈ કામદારની નોકરી કરે છે.યુવકને સંતાનમાં બે પુત્ર છે.જ્યારે નાણાવટી ચોક નજીક રહેતા અજયભાઈ રમેશભાઈ રંગપરા (ઉં.વ.૨૩) નામના યુવકે લક્ષ્મીનગરના નાલા પાસે અગમ્ય કારણસર ઝેર પી લેતા તેને સારવાર અર્થે સિવિલમાં ખસેડાયો છે.જ્યારે મહિકા બાયપાસ નવા રીંગ રોડ પાસે રહેતા વિકાસભાઈ માનસિંહભાઈ શિંગાળા (ઉં.વ.૧૮) નામના યુવકે વાડીમાં કોઈ ઝેરી દવા પી લેતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.