Junagadh ,તા.૧૮
જૂનાગઢની તરૂણી પર દુષ્કર્મ આચરી દેહવ્યાપારમાં ધકેલી દેવા મામલે રાજકોટની હોટલના મેનેજર સહિત ચારેય શખ્સના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. અત્યાર સુધીમાં કુલ છ શખ્સની ધરપકડ થઈ છે. હજુ આઠ શખ્સ ફરાર છે જેને પકડવા તપાસ ચાલી રહી છે.જૂનાગઢમાં રહેતી એક ૧૫ વર્ષની તરૂણીને અરબાઝ નામના શખ્સે પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યુ હતું બાદમાં રાજકોટ લઈ જઈ ત્યાં દુષ્કર્મ કર્યા બાદ તરૂણીને મિત્રોના હવાલે કરી દીધી હતી.
આ ઘટના અંગે ફરિયાદ થતા પોલીસે કુલ ૧૪ શખ્સો સામે પોકસો, દુષ્કર્મ સહિતની કલમ મુજબ ગુનો દાખલ કર્યો હતો. જૂનાગઢ પોલીસે રાજકોટની હોટલમાં તપાસ કરી હતી. રાજકોટની હોટલના મેનેજર આકાશ અર્જુનસિંહ ઓડ, હિરેન જગદીશ સાપરા, જસ્મીન દિનેશ મકવાણા અને હાદક દિપક ઝાપડાની ધરપકડ કરી હતી. આ ચારેયને કોર્ટમાં રજૂ કરતા પાંચ દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. અત્યાર સુધીમાં તરૂૂણી પર દુષ્કર્મ તેમજ દેહવિક્રયમાં ધકેલવા મામલે છ શખ્સની ધરપકડ કરવામાં આવી છે. હજુ આઠ શખ્સ ફરાર છે જેને પકડવા પોલીસ દ્વારા તજવીજ ચાલી રહી છે. આ શખ્સોની સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલા છે એ અંગે પૂછપરછ કરવામાં આવશે હજુ આ પ્રકરણમાં વધુ લોકોની સંડોવણી ખુલે એવી સંભાવના છે.