Site icon Shri Nutan Saurashtra

Love and War ના શૂટિંગમાં રણબીર કપૂર હાજર, આલિયા ગેરહાજર

આલિયા આલ્ફાના  શૂટિંગમાં વ્યસ્ત છે

સંજય લીલા ભણશાળીએ એકલા રણબીરના સીન્સ શૂટ કર્યા , હવે તેના વિકી સાથેના  દ્રશ્યો ફિલ્માવશે

Mumbai,તા.29

રાજ કપૂરની ક્લાસિક ‘સંગમ’ની રીમેક મનાતી સંજય લીલા ભણશાળીની ‘લવ એન્ડ વોર’નું શૂટિંગ રણબીર કપૂરે એકલાએ શરુ કરી દીધું છે જ્યારે આલિયા પાસે હાલ આ ફિલ્મ માટે ટાઈમ જ નથી.  ફિલ્મ માટે સંજય લીલા ભણશાળીએ રણબીર એકલો હોય તેવા કેટલાક સીન્સ શૂટ કરી લીધા હોવાનું   કહેવાય છે. હવે તેઓ રણબીર કપૂર અને વિકી કૌશલ સાથે હોય તેવાં  દ્રશ્યો ફિલ્માવશે. આ માટે આગામી ઓક્ટોબરમાં એક શૂટિંગ શિડયૂલ તૈયાર કરાયું છે. જોકે, આલિયા ભટ્ટ હાલ શર્વરી વાઘ સાથેની તેની લેડી સ્પાય ફિલ્મ ‘આલ્ફા’ના શૂટિંગમાં વ્યસ્ત છે. એટલે તેણે સંજય લીલા ભણશાળીને તારીખો આપી નથી. આલિયા ‘લવ એન્ડ ગોડ’ના સેટ પર છેક આગામી ડિસેમ્બરમાં હાજર થશે એમ જાણવા મળે છે.

જોકે, તે પછી આલિયાએ સંજય લીલા ભણશાળીને જ સામટી તારીખો આપી છે અને તે બીજો કોઈ મોટો પ્રોજેક્ટ હાથ ધરવાની નથી. આથી, ૨૦૨૫ના   સપ્ટેમ્બર સુધીમાં આ ફિલ્મનું ઘણું ખરું શૂટિંગ આટોપાઈ ગયું હશે એમ મનાય છે.

Exit mobile version