Site icon Shri Nutan Saurashtra

Rajkot ના માંડા ડુંગરમાં ફ્લેવર વાળા દેશી દારૂમાં વેચાણ નેટવર્કનો ઝડપાયું

પીઠડ આઈ સોસાયટીના રહેણાંક મકાનમાં દરોડો પાડતા 114 લિટર દેશી દારૂ સાથે કારીગર  ઝડપાયો : મુખ્ય સૂત્રધાર  ફરાર

Rajkot,તા.૦૧
શહેર પોલીસની પીસીબી બ્રાન્ચે દેશી દારૂના એક નેટવર્ક પર દરોડો પાડ્યો છે. માંડા ડુંગરની આઈ પીઠડ સોસાયટીના રહેણાંક મકાનમાં પીસીબી પોલીસે દરોડો પાડતા 114 લિટર દેશી દારૂનો જથ્થા સાથે વરિયાળી અને ઓરેન્જ ફ્લેવરની બોટલો મળી આવી હતી. જેથી દેશી દારૂમાં ફ્લેવર ભેળવી દારૂના કડવા ઘૂંટને મધુર બનાવવાનું કારસ્તાન સામે આવ્યું હતું. પીસીબીએ ફ્લેવર ભેળવનાર કારીગર ભુપત જાદવની ધરપકડ કરી છે જયારે મુખ્ય સૂત્રધાર મહેશ ડાભીની શોધખોળ શરૂ કરી છે. પીસીબીએ ફ્લેવરયુક્ત દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડી સ્વીટ ઓરેન્જ અને વરિયાળી ફ્લેવરવાળા દેશી દારૂ અને દેશી દારૂના પાઉચ સહિત કુલ 24,800નો મુદામાલ કબ્જે કર્યો છે.પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટ શહેર પીસીબીને ચોક્કસ બાતમી મળી હતી કે, માંડા ડુંગર નજીક પીઠડ આઈ સોસાયટીમાં આવેલ એક મકાનમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલી રહી છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે રેડ કરતા સ્થળ પરથી દેશી દારૂનો જથ્થો તેમજ દેશી દારૂ ભરવા માટે અલગ અલગ પાઉંચ મળી આવ્યા હતા. જેથી આરોપી ભુપત જાદવની ધરપકડ કરી સ્થળ પરથી 114 લીટર દેશી દારૂ, પંચશીલ મશીન, પાઉચ બનાવવાના પ્લાસ્ટિકના રોલ, અને સ્વીટ ઓરેન્જ તેમજ વરિયાળી ફ્લેવરની કુલ 5 બોટલ સહિત રૂપિયા 24,800નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં એક આરોપીની ધરપકડ કર્યા બાદ તેની પૂછપરછ કરતા અન્ય એક શખસનું નામ ખુલતા પોલીસે ફરાર આરોપી મહેશ ડાભીની શોધખોળ હાથ ધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત અનુસાર મહેશ કરમશી ડાભી આ સમગ્ર રેકેટનો મુખ્ય સૂત્રધાર છે. છેલ્લા છ મહિનાથી આઈ પીઠડ સોસાયટી શેરી નંબર 1ના રહેણાંક મકાનમાં દેશી દારૂની ભઠ્ઠી શરૂ કરી ફ્લેવર્ડ અને ફ્લેવર વિના એમ બંને પ્રકારના દારૂનું ઉત્પાદન કરીને વેચાણ કરવામાં આવતું હતું.
Exit mobile version