Site icon Shri Nutan Saurashtra

Rajkot માં વધારે વળતર મેળવવામાં યુવકે રૂ.11.47 લાખ ગુમાવ્યા

સાયબર ગઠિયાએ લિંક મોકલી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ચૂનો ચોપડી દીધો

Rajkot,તા,03
શહેરના અંબિકા ટાઉનશિપ મેઇન રોડ પરના કૃપાની એપાર્ટમેન્ટમાં રહેતા દીપક જયંતીલાલ પરસાણિયા (ઉ.વ.42)એ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, પોતે ફાઇનાન્સ કંપનીમાં એરિયા ક્રેડિટ મેનેજર તરીકે નોકરી કરે છે અને તેના વોટ્સએપ એકાઉન્ટ પર એક ગ્રૂપનો મેસેજ આવ્યો હતો અને તેને તેમાં જોડ્યો હતો. એ ગ્રૂપમાં સ્ટોક માર્કેટમાં રોકાણથી સારા વળતરના મેસેજ આવતા હતા.
પોતાને રસ પડતાં તે ગ્રૂપમાં મેસેજ કરતા જ તેને અન્ય એક ગ્રૂપમાં સામેલ કરાયો હતો. જે તેની પાસે એક એપ ડાઉનલોડ કરાવાઇ હતી અને લિંક મોકલાઇ હતી. બાદમાં નાણાં રોકવાનું કહેવામાં આવતા યુવકે 14 ટ્રાન્ઝેક્શનમાં રૂ.11.47 લાખનું રોકાણ કર્યું હતું. યુવકના પિતા બીમાર હોય નાણાની જરૂરિયાત ઊભી થતા યુવકે નાણાં વિડ્રો કરવાનો પ્રયાસ કરતા પોતાને છેતરપિંડી થયાનો અહેસાસ થયો હતો.
Exit mobile version