Site icon Shri Nutan Saurashtra

Rajkot મા ચા બનાવવા મુદ્દે માથાકૂટ થતા પુત્રે પિતાને કાને બચકું ભર્યું

સસરાને કામે જવા મોડું થતું હોવાથી કુળવધૂને ચા બનાવવાનું કહેતાં પુત્ર ઉશ્કેરાઈ જાતે રસોડામાં ઘૂસી ગયો

Rajkot તા 24
શહેરના માધાપરમાં રહેતા પ્રૌઢને પુત્ર સાથે ચા બનાવવા બાબતે ઝઘડો થતા ઉશ્કેરાયેલા પુત્રએ કાનમાં બટકું ભરી લેતા લોહી નીકળતી હાલતમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.
મળતી વિગત મુજબ માધાપરના સીંધોઈ નગર-2માં રહેતા અને પ્લબીંગનું કામ કરતા વિજયભાઈ રમણીકભાઇ તન્ના (ઉ.વ.58) નામના પ્રૌઢ સાંજે ઘરે હતા ત્યારે પુત્ર ચિરાગે ડાબા કાને બટકું ભરી લેતા લોહી નીકળવા લાગતા સિવિલમાં સારવાર લીધી હતી. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.
વિજયભાઈના કહેવા મુજબ પોતે પ્લબીંગનું કામ કરે છે અને પત્ની હયાત નથી. સંતાનમાં બે દીકરી એક દીકરો છે જેમાં દીકરા ચિરાગ સાથે રહુ છું. ગઈકાલે મારે કામે જવાનું હોવાથી પુત્રવધૂને ચા બનાવવા માટે કહ્યું હતું. આથી પુત્રવધૂએ ચિરાગ જાગે પછી બંનેનો ચા સાથે બનાવી આપીશ કહેતા મારે કામે જવામાં મોડું થતું હોવાથી મેં રસોડામાં જઈ ચા હાથે બનાવવા તપેલી મૂકી હતી એટલામાં પુત્ર જાગીને આવ્યો હતો અને બોલાચાલી કરવા લાગ્યો હતો. મેં તેને શાંત રહેવાનું કહેતા વધુ ઉશ્કેરાઈ જઈ કાનમાં બટકું ભરી લીધું હતું. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Exit mobile version