Rajkot મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સ પકડયા

શહેર એસઓજીએ ૯.૮૫ લાખનો માદક પદાર્થ કબ્જે કર્યો

રાજકોટતા.23
શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા શહેરના પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા એ”SAY NO TO DRUGS” મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા શખ્સો વિરૂધ્ધ કડક કાયૅવાહી કરવા સુચના મળી હોઇ  એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી.ત્યારે બાતમી પરથી ભક્તિધામ સોસાયટી ૧૫૦ ફુટ રિંગ રોડ અમ્રુત સાગર પાર્ટી પ્લોટ ભક્તિધામ એપાર્ટમેન્ટ ફલેટ નં-૧૯ રાજકોટ ખાતેથી માદક પદાર્થ મેફેડ્રોનના જથ્થા સાથે પાર્થ દેવકુભાઇ મકવાણા (ઉ.વ.૨૧ રહેવાસી-ભક્તિધામ એપાર્ટમેન્ટ ફલેટ નં-૧૯ અમૃત સાગર પાર્ટી પ્લોટ પાસે ભક્તિધામ સોસાયટી ૧૫૦ ફુટ રિંગ રોડ રાજકોટ) તથા સાહીલ ઉર્ફે નવાબ અયુબભાઇ સોઢા (ઉ.વ.૨૪ રહેવાસી—ખોડીયારનગર શેરી નં-૧૫ હૈદરી મસ્જીદની પાછળ રાજકોટ)ને પકડી લઈ તેની પાસેથી માદક પદાર્થ મેફેડ્રોન ૯૮.૫૪ ગ્રામ કિંમત રૂપિયા ૯,૮૫,૪૦૦નું કબ્જે કરી માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો છે.એમડી ડ્રગ ઉપરાંત મોબાઈલ ફોન, એક નાનો વજન કાંટો, એક મોટો વજન કાંટો, એમડી પેક કરવા માટેની પ્લાસ્ટીકની નાની મોટી વેકયુમ પેક ખાલી કોથળીઓ કુલ ૧૦૭, એક નાની ચમચી મળી કુલ રૂ. ૧૦,૦૫,૬૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ કામગીરી પો.ઈન્સ. જે.એમ.કૈલા, પી.એસ.આઇ ડી.પી.ગોહેલ, પો.હેડકોન્સ. ઈન્દ્રસિંહ જાડેજા તથા પો.હેડકોન્સ. ધનશ્યામસિંહ ચૌહાણ, ઉપેન્દ્રસિંહ ઝાલા, અરૂણભાઇ બાંભણીયા તથા પો.કોન્સ. હાર્દીકસિંહ પરમાર અને ડ્રા.પો.કોન્સ ધર્મેન્દ્રસિંહે કરી છે. વિશેષ પૂછતાછ હાથ ધરવામાં આવી છે.

Leave a Comment